કોંગ્રેસમાં ગાબડું: હળવદ કોંગ્રેસના દિગ્ગજ ક્ષત્રિય આગેવાન ભાજપમાં જોડાયા
હળવદના કોયબા નજીક ઈલેક્ટ્રીક ટાવરનું કામ કરતાં સમયે ડુટી (નાભી)થી નીચેના ભાગમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
હળવદના કોયબા નજીક ઈલેક્ટ્રીક ટાવરનું કામ કરતાં સમયે ડુટી (નાભી)થી નીચેના ભાગમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
હળવદના કોયબા રોડ ઉપર ખાનગી કંપનીના ઈલેક્ટ્રીક ટાવર પોલ મંડાવતા ડેરીક પોલનો પાછળથી ધક્કો લાગતા યુવાનને ડુટી (નાભી)થી નીચેના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે હળવદ ત્યાંથી મોરબી અને ત્યારબાદ વધુ સરકાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ વેસ્ટ બંગાળના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કોયબા ગામની સીમ વિસ્તારમાં રહેતા તીનકરી મનીભાઈ બાસક (33) નામનો યુવાન ગત તા. 26/10 ના સવારે 8:30 વાગ્યાના અરસામાં કોયબા ગામની સીમ વિસ્તારમાં ટાટા કંપનીના ઇલેક્ટ્રીક ટાવર પોલ મંડાવતા ડેરીક પોલનો પાછળથી ધક્કો લાગતા સળીયો ડુટી (નાભી)ના ભાગથી નીચેના ભાગમાં વાગ્યો હતો જેથી કરીને ગંભીર ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે યુવાનને રાજકોટની ખાનગી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈ ભરતભાઈ મનીભાઈ બાસક (28) રહે. ધરસાલા તાતીપરા પો.સ્ટ. પુલબરીયા ઇનગ્લીસ બજાર વેસ્ટ બંગાળ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.