મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં દારૂની પાંચ રેડ: 42 બોટલ દારૂ ઝડપાયો
SHARE
મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં દારૂની પાંચ રેડ: 42 બોટલ દારૂ ઝડપાયો
મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં જુદીજુદી પાંચ જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને 42 બોટલ દારૂ કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મયુરભાઈ વાઘેલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 34 બોટલો મળી આવતા 14,492 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ ઉર્ફે મયલો ઉર્ફે ઘૂચરી બટુકભાઈ વાઘેલા રહે. ભાગ્ય લક્ષ્મી સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બે બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી ફાટક પાસે મફતીયાપરાના રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 700 નો દારૂ કબ્જે કર્યો હતો અને આરોપી સંજયભાઈ ઉર્ફે જાડો ચંદુભાઈ પરેચા (25) રહે, નવલખી રોડ સેંટ મેરી ફાટક પાસે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ પકડાયો, આરોપી ફરાર
મોરબીમાં કબીર ટેકરી શેરી નં-3 પાસેથી પસાર થઈ રહેલ શખ્સ પોલીસને જોઈને તેના હાથમાં રહેલ થેલિને છોડીને નાસી ગયો હતો જેથી પોલીસે થેલિને ચેક કરતાં તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,296 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને તકનો લાભ લઈને સ્થળ ઉપરથી આરોપી નાસી ગયેલ હોય હાલમાં અરવિંદભાઈ દાદુભાઇ બાટી રહે. મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
બે બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીની વાવડી ચોકડીથી આગળ મોટેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,040 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નિતેશભાઇ અરવિંદભાઈ કંઝારીયા (32) રહે. વાવડી ચોકડી રંગાણીની વાડી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલે કિશન ઉર્ફે છોટુ ડાભી રહે. માધાપર મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.
બે બોટલ દારૂ સાથે એક પકડાયો
વાંકાનેરના સરતાનપરથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર પાવર હાઉસ સામેથી બાઈક નંબર જીજે 36 એએન 4587 લઈને પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2600 ની કિંમતનો દારૂ તથા બાઇક મળીને 32,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિપુલભાઈ બચુભાઈ બલોધરા (30) રહે. હાલ મછોનગર રફાળેશ્વર મૂળ રહે. નવી જોગણ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ
મોરબીના ફડસર ગામે દારૂની રેડ કરી હતી ત્યારે પાંચ લિટર દેશી દારૂ સાથે મનજીભાઈ અરજણભાઈ દગાયા (60) રહે. ફડસર વાળા મળી આવ્યા હતા જેથી 1000 ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી. અને ફડસર ગામે રહેતા દેવજીભાઈ નાનજીભાઈ ચાવડાના વાડામાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 75 લિટર આથો તેમજ ભઠ્ઠીના અન્ય સાધનો મળી આવતા પોલીસે કુલ મળીને 5,875 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી દેવજીભાઈ નાનજીભાઈ ચાવડા સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.









