મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં દારૂની પાંચ રેડ: 42 બોટલ દારૂ ઝડપાયો
હળવદના સુસવાવ ગામ નજીક કેનાલ ઉપરથી ખેડૂતોની 12 ઈલેક્ટ્રીક મોટરોની ચોરી
SHARE
હળવદના સુસવાવ ગામ નજીક કેનાલ ઉપરથી ખેડૂતોની 12 ઈલેક્ટ્રીક મોટરોની ચોરી
હળવદના સુસવાવ ગામની ગોરાસરી નામે ઓળખાતી સીમમાંથી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને તેમાંથી પાણી ખેંચવા માટે થઈને ખેડૂતો દ્વારા ઈલેક્ટ્રીક મોટરો ફીટ કરવામાં આવી હતી જે પૈકીની કુલ મળીને 12 ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરવામાં આવેલ છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ લઈને પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનારા શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદના સુસવાવ ગામે ગોરાસરી નામે ઓળખાતી સીમમાંથી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને તે કેનાલ ઉપર ઈશ્વરનગર ગામે રહેતા લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા અને અન્ય ખેડૂતો દ્વારા કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને અલગ અલગ હોર્સ પાવરની ઇલેક્ટ્રીક મોટરો ફીટ કરી હતી જે પૈકીની છ ઈલેક્ટ્રિક મોટરની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી લાલજીભાઇ માકાસણાએ કુલ મળીને 1.15 લાખની કિંમતની ઇલેક્ટ્રીક મોટરોની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.
આવી જ રીતે હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા વિનોદભાઈ શામજીભાઈ સોનાગ્રા (41)એ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓએ અને અન્ય ખેડૂતોએ ગામની સીમમાં આવેલ કેનાલમાંથી પાણી ખેંચવા માટે અલગ અલગ હોર્સ પાવરની ઇલેક્ટ્રીક મોટરો ફિટ કરી હતી તે પૈકી 6 મોટરોની ચોરી કરવામાં આવેલ છે જેથી 1.10 લાખની કિંમતની ઇલેક્ટ્રીક મોટરોની ચોરી થઈ છે જેથી યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હોટલના સંચાલક સામે કાર્યવાહી
હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ રાધે ઇન હોટલમાં આવતા જતા ગ્રાહકોની સંચાલક દ્વારા રજીસ્ટરમાં કરેલ એન્ટ્રીની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય હળવદ પોલીસ દ્વારા ત્યાં કામ કરતા નરેશકુમાર લાલુજી પટેલ (27) રહે. રાધે ઇન હોટલ હળવદ માળિયા હાઇવે મૂળ રહે. રાજસ્થાન વાળાની સામે ગુનો નોંધીને તેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.