હળવદના સુસવાવ ગામ નજીક કેનાલ ઉપરથી ખેડૂતોની 12 ઈલેક્ટ્રીક મોટરોની ચોરી
હળવદમાં રહેતા ડોક્ટરને સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાની જુદીજુદી સ્કીમ આપીને 48.14 લાખ રૂપિયાની ઠગાઈ !
SHARE
હળવદમાં રહેતા ડોક્ટરને સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાની જુદીજુદી સ્કીમ આપીને 48.14 લાખ રૂપિયાની ઠગાઈ !
હળવદમાં રહેતા ડોક્ટરને સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરીને કમાણી કરવા માટેની લોભામણી અને લલચામણી સ્કીમો સમજાવવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાને સમયાંતરે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 43,55,000 નું રોકાણ કર્યું હતું અને પોતાની રકમ વીડ્રો કરવા માટે કહ્યું હતું ત્યારે તે યુવાનને સર્વિસ ટેક્સના વધુ 4,59,000 અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે કહેવામા આવ્યું હતું આમ યુવાન પાસેથી કુલ મળીને 48.14 લાખ રૂપિયાની ઠગાઈ કરીને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા ડોક્ટર યુવાન દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જુદા જુદા સાત મોબાઇલના ધારકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વર્તમાન સમયમાં સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવા સહિત ઓનલાઇન અનેક પ્રકારની સ્કીમો લોકોને આપવામાં આવે છે અને ત્યાર બાદ તેઓની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવે છે આવી જ ઘટના મોરબી જીલ્લામાં બનેલ છે જેમાં મૂળ રાણેકપર ગામના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (39)એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જુદા જુદા સાત મોબાઇલના ધારકો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફેસબુક મેસેન્જર Irina Fedorova આઈ.ડી ઉપરથી સ્ટોક એકસચેન્જમા રોકાણ કરવાની જાણકારી તેને આપવામાં આવી હતી ત્યાર બાદ આરોપીઓએ કાવતરું રચીને Y96 SIG Customer Service વ્હોટસએપ ગૃપ બનાવી તેમા ફરિયાદીને એડ કરવામાં આવેલ અને ત્યાર પછી આરોપીઓ પૈકીના દીપક મલ્હોત્રાએ જુદી જુદી લોભામણી સ્કીમો ફરિયાદીને સમજાવી હતી અને રોહિતસિંઘ ગ્રુપ એડમીને અલગ અલગ બેન્ક એકાઉન્ટના નંબર ફરિયાદીને મોકલાવીને કુલ મળીને 43.55 લાખનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ તે રકમ વીડ્રો કરવા માટે ફરિયાદી કહ્યું હતું ત્યારે સર્વિસ ટેક્સના 4.59 લાખ માંગવામાં આવ્યા હતા જે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા આમ ફરિયાદી સાથે કુલ મળીને 48.14 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા ડોક્ટર દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમ ચલાવી રહી છે
વરલી જુગારની બે રેડ
મોરબીમાં સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરના ઢાળિયા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિનોદભાઈ મનુભાઈ વરાણીયા (37) રહે. ગાયત્રીનગર સોસાયટી શિવમ હોસ્પિટલ પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી તાલુકાના લગધીરપુર રોડ ઉપર સોરીસો ચોકડી પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વિષ્ણુભાઈ ખોડાભાઈ ધંધાણીયા (30) રહે. નીલકંઠ સોસાયટી ત્રાજપર મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.