વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત
મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
SHARE
મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવાનું હોય, મોરબી જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો આમાં ભાગ લઈ શકશે.એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે.આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા.૩૦-૧૧-૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી,રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ખાતે જમાં કરવાના રહેશે.તા.૩૦-૧૧-૨૦૨૫ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી.
તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરદ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત બાળ પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે. જેની ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૦-૧૧-૨૫ છે.જે અંતર્ગત ૩૧ ડીસેમ્બર ૨૦૨૪ને ધ્યાને લઈને વિભાગ- “અ” માં ૦૭ વર્ષથી ઉપરના ૧૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. વિભાગ- “બ” માં ૧૦ વર્ષથી ઉપરના અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.જ્યારે ખુલ્લા વિભાગમાં ૦૭ વર્ષથી ઉપરના અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જેમાં, વિભાગ- “અ” તથા વિભાગ- “બ” માં વકૃત્વ સ્પર્ધા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, નિંબધ, લગ્નગીત, લોક-વાદ્ય સંગીતઉપરાંત, ખુલ્લા વિભાગમાં લોકવાર્તા, લોકગીત, ભજન, દોહા-છંદ-ચોપાઈ, સમુહગીત, લોકનૃત્ય એમ “અ” વિભાગની કુલ-૦૭, “બ” વિભાગની કુલ ૦૭ અને ખુલ્લા વિભાગની કુલ -૦૬ એમ કુલ-૨૦ કૃતિનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા.૩૦-૧૧-૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ખાતે જમાં કરવાના રહેશે.તા.૩૦-૧૧-૨પ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.