મોરબી જિલ્લા કમલમ કાર્યલયનું આજે બપોરે 3 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન
SHARE
મોરબી જિલ્લા કમલમ કાર્યલયનું આજે બપોરે 3 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન
મોરબીના શનાળા ગામ પાસે મોરબી જિલ્લા કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે જેનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે ત્રણ વાગ્યે ઉદઘાટન કરશે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાશે જેમાં મોરબી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાશે.
મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમ કાર્યાલયનું તા 19/10/23 ના રોજ પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સાંસદ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. અને 18000 સ્ક્વેર ફૂટમાં અંદાજે 11 કરોડથી વધુના ખર્ચે ગ્રાઉન્ડ ફલરો પ્લસ બે માળનું બાંધકામ કરીને મોરબી જિલ્લાનું કમલમ કાર્યાલય અધ્યતન સુવિધા સાથે તૈયારી થઈ ગયું છે. ત્યારે આજે મોરબી જિલ્લા કમલમ કાર્યાલયનું બપોરે ત્રણ વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાશે. ત્યારે મોરબી જિલ્લા તેમજ આસપાસના જિલ્લામાંથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. અત્રે ઉલેખનીય છે કે, ગુજરાત અને દેશની રાજનીતિના જેને ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે તે અમિત શાહ આજે બપોરે 2:50 વાગ્યે મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ હેલી પેડ ખાતે આવશે અને ત્યાર બાદ સીધા જ કમલમ કાર્યાલય ખાતે જઈને ત્યાં મોરબી જિલ્લાના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને પછી મોરબી જિલ્લા કમલમ કાર્યલય પાસે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ભાજપના કાર્યકર્તાઓનું સંબોધન કરશે અને બપોરે 4:00 કલાકે તેઓ મોરબીથી આગળ જવા માટે રવાના થઈ જશે. ત્યારે મોરબીમાં પ્રથમ વખત આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત અને સન્માન માટે મોરબી જિલ્લા ભાજપ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.