મોરબી જિલ્લા કમલમ કાર્યલયનું આજે બપોરે 3 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન
વાંકાનેર નજીક આવેલ શીત કેન્દ્રની લેબોરેટરીમાં સીપીયુ-સીસીટીવી કેમેરા સહિત 1.45 લાખનો મુદ્દામાલ રોજમદાર કર્મચારીએ સ્લજ ટેન્કમાં ફેંકી દીધો !
SHARE
વાંકાનેર નજીક આવેલ શીત કેન્દ્રની લેબોરેટરીમાં સીપીયુ-સીસીટીવી કેમેરા સહિત 1.45 લાખનો મુદ્દામાલ રોજમદાર કર્મચારીએ સ્લજ ટેન્કમાં ફેંકી દીધો !
વાંકાનેરમાં સિંધાવદર રોડ ઉપર અમરસર ગામ નજીક આવેલ શીત કેન્દ્રની લેબોરેટરીમાં રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીએ લેબોરેટરીમાં રાખેલ સીપીયુ, મોનિટર, વજન કાંટો, ચાર સીસીટીવી કેમેરા વિગેરે કુલ મળીને 1.45 લાખનો મુદ્દામાલ સ્લજ ટેન્કમાં ફેંકી દઈને નુકશાન કર્યું હતું જેથી હાલમાં શીત કેન્દ્રના મેનેજર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે રોજમદાર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
રાજકોટમાં મવડી પાસે આવેલ શ્યામ વાટિકા ખાતે રહેતા અશ્વિનભાઈ છગનભાઈ રૈયાણી (48)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશભાઈ રતિલાલ જોલપરા રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરના સિંધાવદર રોડ પર અમરસર ગામની બાજુમાં આવેલ શીત કેન્દ્ર ખાતે તેઓ હાલમાં મેનેજર તરીકે નોકરી કરી રહ્યા છે અને અલ્પેશ જોલપરા ત્યાં રોજમદાર કર્મચારી તરીકે કામ કરે છે ગત તા. 16/11 ના રોજ તેઓ ઓફિસે ગયેલ ન હતા અને ઘરે હતા ત્યારે ત્યાં કામ કરતા રોજમદાર વિજયભાઈ સોલંકીએ ફોન કરીને જણાવ્યું હતું કે, શીત કેન્દ્રમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર સિસ્ટમ, વજન કાંટો, સીસીટીવી કેમેરા વિગેરે ત્યાં જોવા મળતા નથી જેથી ફરિયાદી અને લેબોરેટરીના ઇન્ચાર્જ સંદીપભાઈ હિરપરા સહિતનાઓ ત્યાં દોડી ગયા હતા અને સ્થળ ઉપર જઈને જોયું ત્યારે ત્યાં કોમ્પ્યુટર સીસ્ટમ, સીસીટીવી કેમેરા વિગેરે જોવા મળ્યું ન હતું જેથી શીત કેન્દ્રમાં કામ કરતા રોજમદાર કર્મચારી અલ્પેશભાઈ જોલપરાને વિશ્વાસમાં લઇને તેની પૂછપરછ કરતા તેણે ઓફિસમાંથી કોમ્પ્યુટર સિસ્ટમ, સીસીટીવી કેમેરા વગેરે વસ્તુ લઈ જઈને શીત કેન્દ્રની બાજુમાં આવેલ સ્લજ ટેન્કમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું હતું અને ત્યાં જઈને જોતા સીપીયૂ, મોનિટર, સીસીટીવી કેમેરા, યુપીએસ અને નેટ માટેનું એનવીઆર વિગેરે વસ્તુ ત્યાંથી મળી આવી હતી અને આ તમામ વસ્તુ ફેંકી દેવાના કારણે બગડી ગઈ હતી જેથી કુલ મળીને 1.45 લાખનું નુકસાન કર્યું હોવા અંગેની શીત કેન્દ્રના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રોજમદાર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.