મોરબીમાં ઘરના આંગણામાં રમતા રમતા ઉકળતા પાણીના તપેલા સાથે અથડાતાં દાઝી ગયેલ 18 મહિનાના બાળકનું મોત
હળવદના ચરાડવા ગામે ઘરમાંથી દારૂની 20 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ: મોરબીના કાલિકા પ્લોટમાં દારૂ સાથે પાંચ પકડાયા
SHARE
હળવદના ચરાડવા ગામે ઘરમાંથી દારૂની 20 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ: મોરબીના કાલિકા પ્લોટમાં દારૂ સાથે પાંચ પકડાયા
હળવદના ચરાડવા ગામે રહેતા શખ્સના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 20 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 21,520 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીને પકડીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના ચરાડવા ગામે રહેતા સમીરભાઈ કાજેડીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 20 બોટલ મળી આવી હતી જેથી પોલીસે કુલ મળીને 21,520 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી સમીરભાઈ અનવરભાઈ કાજેડીયા (21) રહે. ચરાડવા કેટી મિલ વિસ્તાર દિનેશભાઈ રાઠોડના મકાનમાં ભાડેથી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના કાલિકા શેરી નંબર 4 માં સતવારા બોર્ડિંગ પાછળના ભાગમાં રહેતા હિતેશભાઈ દવેના મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 70 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 14,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો તેમજ હિતેશભાઈ ઉમિયાશંકર દવે (57), પ્રકાશ ઉર્ફે પકો રસિકભાઈ હમીરપરા (24), અમિતભાઈ કિશોરભાઈ ધોળકિયા (20), અનિલ ઉર્ફે અનિયો પ્રેમજીભાઈ ચૌહાણ (24) રહે. બધા કાલિકા પ્લોટ તેમજ સુનિલભાઈ ઉર્ફે સુનો ભરતભાઈ અગેચાણીયા (27) રહે. કુલીનગર-1 વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીની પ્રાથમિક દરમિયાન બાબાભાઇ રાહિબભાઇ જેડાનું નામ સામે આવ્યું છે જે પૈકીનાં પાંચ આરોપી પકડાયેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
વરલી જુગાર
વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (40) રહે. ડબલ ચાલી મિલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 1,110 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









