હળવદના બુટવડા ગામે ભાગમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરનો રિપેરિંગ ખર્ચ માંગવા ગયેલ યુવાન સહિત બે વ્યક્તિને ધારિયા અને પાઇપ વડે માર માર્યો
SHARE
હળવદના બુટવડા ગામે ભાગમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરનો રિપેરિંગ ખર્ચ માંગવા ગયેલ યુવાન સહિત બે વ્યક્તિને ધારિયા અને પાઇપ વડે માર માર્યો
હળવદના બુટવડા ગામે રહેતા યુવાનને સિમ વિસ્તારમાં તેની વાડીએ પાણીની મોટર ભાગમાં રાખી હતી અને તે મોટર બગડી જતા તેના ખર્ચ માટે યુવાન અન્ય એક વ્યક્તિ સાથે સામે વાળા પાસે ગયો ગયો હતો જે સામેવાળાને સારું નહીં લાગતા તેણે યુવાનને પકડી રાખીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તથા તેની સાથે ગયેલા વ્યક્તિને પણ પકડી રાખીને માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાન સહિત બે વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના બુટવડા ગામે રહેતા લાલજીભાઈ બાજુભાઈ લોદરીયા (23) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શામજીભાઈ મોહનભાઈ લોદરીયા અને મેરાભાઈ શામજીભાઈ લોદરીયા રહે. બંને બુટવડા તથા દશરથભાઈ પ્રવીણભાઈ ખાંભડીયા રહે. ભલગામડા અને સંજયભાઈ રહે.ખોડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા શામજીભાઈ લોદરીયાને વાડીના બોરની પાણીની મોટર ભાગમાં હતી અને તે પાણીની મોટર બગડી જતા ફરિયાદીએ રીપેર કરાવી હતી જેના ખર્ચ બાબતે ફરિયાદી તથા સાહેદ રણછોડભાઈ શામજીભાઈ લોદરિયા પાસે ગયા હતા અને ખર્ચો આપવા માટે તેને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા સંજયભાઈ ત્યાં હાજર હતા તેમણે ફરિયાદીને પકડી રાખેલ અને મેરાભાઈ લોદરીયાએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને મારમારીને બંને હાથમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે સાહેદ રણછોડભાઈને દશરથભાઈએ પકડી રાખીને તેને મેરાભાઈએ લોખંડના પાઇપ વડે અને શામજીભાઈએ ધારિયા વડે માર મારીને શરીરે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.