મોરબી : શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠ પાઠ યોજના અંતર્ગત ઝળહળતા જેતપર પ્રા. શાળાના બાળકો
હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયુ
SHARE
હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયુ
બ્રહ્માકુમારીઝ દ્વારા બિલિયન મિનટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ (મહા શાંતિદાન) અંતર્ગત સમગ્ર ગુજરાત ઝોનમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરેલ હતું.જે અનુંસંધાને હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા પણ શાંતિ પદયાત્રાનું આયોજન કરાયેલ હતું.જેનો ઉદેશ શાંતિનું મહત્વ સમજાવી વિશ્વમાં ચાલી રહેલ અશાંતિ અરાજકતા તણાવ કારભારનો બોજ વગેરેમાં શાંતિ દાન (સકારાત્મક વિચારોનું ચિંતન) તન મનને દુરસ્ત તેમજ જીવનને નવી ઉર્ઝા પ્રદાન કરે છે.સાથે સાથે સુખ પહેલા શાંતિ મહત્વની છે જે માટે આત્મિકચિંતન જ સાચી રાહ આપે છે.તો શાંતિના દિવ્ય સંદેશ સાથે યોજાયેલ આ પદયાત્રામાં શાંતિમય ગીતો સાથે સર્વને આત્મા પરમાત્મા અને પરમધામનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં બ્રહ્માકુમારી સેવાકેન્દ્રના સંચાલિકા સહિત સર્વે સેવાધારીએ સામેલ થઇને આ દિવ્ય શાંતિદાન સંદેશ માટે નિમિત્ત બન્યા હતા તથા સર્વે આત્માઓને આ નિઃશુલ્ક શાંતિદાન કાર્યક્રમમાં જોડાવા ઈશ્વરીય નિમંત્રણ આપેલ છે