મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં આરોપી કનૈયાલાલ દેત્રોજાની ધરપકડ


SHARE





મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં આરોપી કનૈયાલાલ દેત્રોજાની ધરપકડ

મોરબીના નવાગામ (લગધીરનગર) ના ખેડૂતની કિંમતી જમીન પચાવી પાડવા માટે થઈને કૌભાંડ કરવામાં આવ્યું હતું જે અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરડીસીની મોરબી ગ્રામ્ય બ્રાન્ચના મેનેજર સહિત 5 શખ્સોની સામે નામ જોગ ફરિયાદ નોંધાઇ હતીને ગુનામાં હાલમાં એક આરોપીની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ કરેલ છે
 
મોરબીના નવાગામના ખેડુત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજા (71) ની ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાનાં મોજે જાસપુર ગામ ના રેવન્યુ સર્વે  નંબર 252 અને 161 ની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા ડો. કનૈયાલાલ સુદરજી દેત્રોજા, (એમ.ડી. GLDC) તથા તેનો દીકરો વિશ્વાસ દેત્રોજા, ગુરુકૃપા હોટલના ભાગીદાર ઉપેન્દ્ર ભાગવાનજી કસુંદ્રા તથા આર.ડી.સી. બેન્ક ગ્રામ્ય સાખા મોરબી મોરબીના કર્મચારીઓએ પૂર્વ આયોજિત સડયંત્ર કર્યુ હતુ અને એકબીજા સાથે મેળાપીપણું કરીને બોગસ અને બનાવટી ડૉક્યુમેન્ટને સાચા તરીકે રજૂ કરીને ખોટી સમજ આપીને પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાની કીમતી જમીનના રેકર્ડમાં પોતાનું નામ દાખલ કરાવી નાખ્યુ હતુ તથા અવેજની રકમ 1.61 કરોડનું ટ્રાન્જેકશન દેખાડવા ખાતા ધારકની જાણ વિના બારોબાર બેન્ક કર્મચારીની મદદથી ચેકબુક મેળવી હતી અને ખાતા ધારકની ખોટી સહીઓ કરીને કરોડોની રકમનું આર.ટી.જી.એસ. ટ્રાજેક્સન કરી ગૂનો કર્યો હતો. આ બનાવની વર્ષ 2022 માં ફરિયાદીએ પ્રથમ પી.આઈ. એ ડિવિજન મોરબી તેમજ પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપેલ હતી. પરંતુ ફરિયાદ બનતી નથી (ગુનો નથી બનતો) તેવું પોલીસએ રિપોર્ટમાં જણાવેલ હતું

જેથી વર્ષ 2023 માં ફરિયાદીએ પોતાના વકીલ મારફતે મોરબીના કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા અરજ કરેલ હતી. જે અનુસંધાને કોર્ટે તમામ પુરાવા અને મેરીટને ધ્યાનમાં લઈ વકીલની દલીલને ધ્યાને લઈ તેમજ ફોરેન્સિક ડિપાર્ટમેંટ (હેન્ડ સઇટિંગ એક્સપર્સ્ટ ) ના રિપોર્ટ આધારે તેમજ સી.સી.ટી.વી. ફૂટેજ વગેરે ને ધ્યાનેમાં લઈને મોરબીના મહે. એડી.ચીફ. જ્યુડિ. મેજી. સાહેબની કોર્ટે આખરી હુકમ કરી સી.આર.પી.સી. કલમ 156(3) ના મુજબ તમામ જવાબદાર વ્યક્તિ, જવાબદાર બેન્ક કર્મચારી, તેમજ તપાસમાં જે જે ખૂલે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. જેથી ગત ઓગસ્ટ મહિનામાં ભોગ બનેલા ખેડૂતની એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ હતી.જે ગુનામાં હાલમાં એ ડિવિઝન પોલીસે આરોપી કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા (62) રહે. 404 રત્નમ રેસિદંસી, આનંદીકેતન સ્કૂલ પાસે, સેટેલાઈટ અમદાવાદની ધરપકડ કરેલ છે. જોકે, હજુ ઘણા આરોપીને પકડવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પકડાયેલ આરોપીના દીકરાને અગાઉ કોર્ટમાંથી આગોતરા જામીન મળી ગયેલ છે.




Latest News