મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો
26 નવેમ્બર ભારતનો બંધારણ દિવસ છે. જેથી કરીને મોરબીમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ખાસ કરીને દેશનું બંધારણ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આધારિત છે. ત્યારે તેના રક્ષણ માટે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાના માહોલને લઈ સંવિધાન બચાવો દિવસના ભાગરૂપે મોરબીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા. 26 ના રોજ સવારે 10:00 કલાકે મોરબીના ગાંધી ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ બંધારણના આમુખનું વાંચન મોરબી પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરિયા, મહેશભાઈ રાજકોટિયા, રાજેશભાઇ કાવર, રાજેશભાઈ ચૌહાણ, ભાવિકભાઈ મૂછડિયા સહિત શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા.









