તંત્રની ઘોરબેદરકારી: મોરબી જીલ્લામાં અભ્યારણ વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન-ઢગલા !, વિડીયો થયો વાયરલ
મોરબીના નેક્સસ સિનેમામાં આગની ઘટનાની મોકડ્રિલ યોજાઇ
SHARE
મોરબીના નેક્સસ સિનેમામાં આગની ઘટનાની મોકડ્રિલ યોજાઇ
મોરબીના બાયપાસ રોડે નવલખી ફાટક પાસે આવેલ નેક્સસ સિનેમામાં આગની ઘટના બની હોવાનું તાત્કાલિક ત્યાંના સંચાલક દ્વારા મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ ત્યાં તાત્કાલિક દોડી ગયેલ હતી અને બચાવ રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને અંતે આ મોકડ્રિલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાજર રહેલા લોકો સહિતના તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર મહાપાલિકાના ફાયર કંટ્રોલમાં કોલ આવ્યો હતો જેમાં સામા છેડેથી જણાવ્યુ હતું કે, નવલખી ફાટક પાસે આવેલ નેક્સસ સિનેમા સિનેમામાં આગ લાગી છે જેથી ફાયર વિભાગની ટીમ તુરંત જ ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળે પહોચી ગઈ હતી. અને નેક્સસ સિનેમામાં રહેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી. જો કે, બે કેઝયુલીટીને બહાર કાઢીને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. અને ફાયર ફાઈટીંગ કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, કામગીરી પૂરી કરવામાં આવી ત્યાર બાદ સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેથી સહુકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આ મોકડ્રિલનો મુખ્ય ઉદેશ્ય લોકોને જાગૃત કરવાનો હતો અને ખાસ કરીને કોઈ ભીડ વાળી જગ્યાએ હોય ત્યારે જો આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને તો કેવી રીતે પોતાનો જીવ બચાવવો અન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું તેની તાલીમ આપવામાં આવી હતી. આ તકે મહાપાલિકાના રેસ્ક્યુ કામગીરી માટેના સાધનોનું પ્રદર્શન પણ યોજાયું હતું