વાંકાનેરમાંથી 12 લાખના લોડર ટ્રેકટરની ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ
SHARE
વાંકાનેરમાંથી 12 લાખના લોડર ટ્રેકટરની ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ
વાંકાનેરમાં આવેલ કારખાનાના ખુલ્લા પ્લોટમાંથી લોડર ટ્રેકટરની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પોલીસે આરોપી મયુર રાજુભાઈ કોબીયા (21) રહે. કોઠારીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરી કરેલ લોડર ટ્રેકટર કબ્જે કર્યું છે.
વાંકાનેરના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એ. જાડેજાની રાહબરી હેઠળ માણસો કામગીરી કરી રહ્યા છે તેવામાં સર્વેલન્સ સ્ટાફને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમનસોર્સથી ખાનગીરાહે હકીકત મળેલ હતી. કે ચોરીમાં ગયેલ લોડર ટ્રેકટર સાથે એક શખ્સ ઉભેલ છે. જેથી પોલીસે સ્થળ ઉપર જઈને લોડર ટ્રેકટર સાથે ઉભેલા શખ્સને પકડીને લોડર ટ્રેકટરના કાગળો વિષે પૂછપરછ કરી હતી ત્યારે તે ગલ્લા તલ્લા કરતા તેની સઘન પુછપરછ કરતા વાંકાનેર ચંદ્રપુર દરગાહ પાછળ આવેલ કારખાનાના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી લોડર ટ્રેકટરની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે ચોરાઉ વાહન સાથે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે