મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે ઈનોવા ગાડીના ચાલાકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE









મોરબીના પંચાસર રોડે ઈનોવા ગાડીના ચાલાકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબી નજીકના પંચાસર ગામ પાસે આવેલ શિવનગરમાં રહેતા આધેડ પોતાનું બાઈક લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈનોવા ગાડીના ચાલાકે તેઓને પાછળથી હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથામાં અને શરીરે ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ ઇનોવાના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પંચાસર ગામ પાસે આવેલ શિવનગરમાં રહેતા ધવલભાઈ શીવાભાઈ કાનાણી (26)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇનોવા ગાડી નંબર જીજે 36 એએફ 1252 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના પંચાસર રોડ ઉપર ઉમાવંશી નામની તેઓની પાનની દુકાન આવેલ છે અને ત્યાંથી તેઓના પિતા શીવાભાઈ ભુરાભાઈ કાનાણી (58) બાઈક નંબર જીજે 36 ક્યૂ 4834 લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ઇનોવા ગાડીના ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ ઝૂંપડામાં રહેતા દેવાભાઈ દેવીપુજક (30) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે એસિડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઈલ પી લેતા સારવારમા

મોરબી નજીક આવેલ બેલ કંપનીમાં રહેતા નન્નીબેન અશોકભાઈ આહિરવાલ (18) નામની મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News