હળવદના સુખપર ગામ નજીક કેનાલ ઉપરથી ચાર ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં બે આરોપી પકડાયા: 1.10 લાખનો મુદામાલ કબ્જે
SHARE
હળવદના સુખપર ગામ નજીક કેનાલ ઉપરથી ચાર ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં બે આરોપી પકડાયા: 1.10 લાખનો મુદામાલ કબ્જે
હળવદના સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી પાણી ખેંચવા માટે ખેડૂતો દ્વારા ઈલેક્ટ્રીક મોટર મુકવામાં આવી હતી જે પૈકીની ચાર ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 60,000 ની કિંમતના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં હળવદ તાલુકા પોલીસની ટીમે હાલમાં બે આરોપીને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલ ઇલેક્ટ્રીક મોટર તેમજ છકડો રિક્ષા કબ્જે કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
હળવદ તાલુકાના શક્તિનગર સુખપર ગામે રહેતા રમેશભાઈ સોંડાભાઈ પરમાર (41) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, સુખપર ગામની સગારીયા નામે ઓળખાતી સીમમાં ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને ફરિયાદી તથા સાહેદોએ સુખપર ગામની સીમમાં કેનાલ ઉપર પાંચ હોર્સપાવરની ઈલેક્ટ્રીક મોટર નંગ 4 મૂકી હતી જેની કિંમત 60 હજાર રૂપિયા તે ઈલેક્ટ્રીક મોટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનાની તપાસ દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપી મનોજ દિનેશભાઈ ધાંગધરીયા રહે. જડેશ્વર મંદિરની પાછળ ઝૂંપડામાં ધાંગધ્રા તથા જગદીશ ભુપતભાઈ ઓગણીયા રહે. હાલ સંસ્કારધામ ગુરુકુળની પાછળ ચંદુભાઈ સતવારાની વાડીમાં ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચાર ચોરાઉ ઈલેક્ટ્રીક મોટર તથા એક છકડો રીક્ષા નંબર જીજે 3 એયું 7123 જેની કિંમત 50 હજાર રૂપિયા આમ કુલ મળીને 1,10,000 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જીતેશ માધુભાઈ ચોવસિયા રહે. સરા તાલુકો મુળી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.









