હળવદના રણછોડગઢ ગામે વાડીમાંથી 2600 લીટર આથો-215 લીટર તૈયાર દેશી દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ
SHARE
હળવદના રણછોડગઢ ગામે વાડીમાંથી 2600 લીટર આથો-215 લીટર તૈયાર દેશી દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ
હળવદના રણછોડગઢ ગામની સીમમાં વાડીએ દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2600 લીટર આથો તથા 215 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય વસ્તુઓ મળી આવતા પોલીસે 1,08,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં સહદેવભાઈની વાડીએ દેશી દારૂની ભરતી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2600 લિટર આથો તથા 215 લિટર તૈયાર દેશી દારૂ અને બાકીના સાધનો વિગેરે મળી આવતા પોલીસે કુલ 1,08,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપર હાજરમાં ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સહદેવભાઈ કનુભાઈ સુરેલા રહે. રણછોડગઢ તથા ઇલેશ શંભુભાઈ ડાભી રહે. સુંદરગઢ વાળાની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
એક બોટલ દારૂ
મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી પાસેથી બાઈક નંબર જીજે 36 ઇ 6490 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 300 રૂપિયાની કિંમતનો દારૂ તથા 25,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 25,300 ના મુદ્દામાલ સાથે રાહુલ રમેશભાઈ પરેશા (24) રહે. માધાપર શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.









