મોરબીના રવાપર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધને માથામાં પાંચ ટાંકા આવ્યામ હેમરાજ જેવી ઈજા
હળવદના માથક ગામે યુવાન સહિત બે વ્યક્તિને કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ: વાહનમાં કર્યું નુકશાન
SHARE
હળવદના માથક ગામે યુવાન સહિત બે વ્યક્તિને કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ: વાહનમાં કર્યું નુકશાન
હળવદના માથક અને રણછોડગઢ ગામ વચ્ચે આવેલ ખેતર પાસે યુવાન વાળ બનાવવા માટેનું કામ કરી રહ્યો હતો ત્યારે માથક ગામનો શખ્સ ત્યાં કાર લઈને આવ્યો હતો અને તેણે યુવાન સહિત બે વ્યક્તિઓને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં પરંતુ તેની કાર બેફિકરાયથી ચલાવીને યુવાનના બાઇક તથા સાહેદને હડફેટે લીધા હતા જેથી વાહનમાં નુકસાન થયું હતું અને સાહેદને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદ તાલુકાના માથક ગામે બસ સ્ટેશન પાસે રહેતા કાળુભાઈ ખોડાભાઈ ડાંગર (42)એ હાલમાં હળવદ પોલીસ સ્ટેશનમાં મિતરાજસિંહ હરપાલસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે અને સાહેદ ખોડાભાઈ પોતાના ખેતરમાં વાડ કરવા માટેનું કામ કરતા હતા ત્યારે આરોપી તેની કાર નંબર જીજે 21 એ 1179 લઈને ત્યાં આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીના બાઇક અને સાહેદ ખોડાભાઈને કારથી હડફેટે લીધા હતા જેમાં ફરિયાદીના વાહનને નુકસાન થયું હતું તેમજ ખોડાભાઈને હાથે, પગે અને શરીરે ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









