મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

બમણી કરતાં વધુ આવક :હળવદના માનસર ગામના ખેડૂતો રૂટિન ખેતી છોડીને શેરડીનો પાક લેતા ખેડૂતો થયા માલામાલ


SHARE











બમણી કરતાં વધુ આવક :હળવદના માનસર ગામના ખેડૂતો રૂટિન ખેતી છોડીને શેરડીનો પાક લેતા ખેડૂતો થયા માલામાલ

સામાન્ય રીતે ગુજરાતમાં ખેડૂતો રૂટિન ખેતી કરતાં હોય છે પરંતુ હવે સમયની સાથે તાલ મિલાવીને જેમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવવા લાગ્યું છે તેવી જ રીતે ખેતીમાં પણ ખેડૂતો દ્વારા પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે અને છેલ્લા વર્ષોની જો મોરબી જીલ્લાની વાત કરીએ તો ચીલાચાલુ ખેતી છોડીને મોરબી જીલ્લાના ઘણા ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેનાથી તેઓને ઓછી મહેનતે બમણી આવક થાય છે આવું હળવદ તાલુકાનાં માનસર ગામે જોવા મળી રહ્યું છે અહીના ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા વર્ષથી શેરડીની ખેતી કરવામાં આવી રહી છે. જેમાંથી તેઓના ઘણી સારી આવક થઈ થઈ રહી છે.

ખેડૂતો લોહી પાણી એક કરીને ધરતીમાંથી અનાજ, કપાસ, મગફળી  સહિતના પાક લેતા હોય છે જો કે, ખેતરમાંથી પાક જયારે માર્કેટ યાર્ડ સુધી પહોચે છે ત્યારે અચાનક તેના ભાવ ડાઉન થઇ જાય છે અને ત્યાર બાદ વેપારી સુધી માલ પહોચી જાય ત્યાર પછી આપોઆપ તેના ભાવ વધી જતા હોય છે એટલે કે, મહેનત કરનાર ખેડૂતોને તેની મહેનતનું પૂરું વળતર મળતું નથી જેથી મોરબી જીલ્લાના ઘણા ખેડૂતોએ ચીલાચાલુ ખેતી છોડીને હવે બાગાયતી ખેતી તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને ફળ, મસાલા, શાકભાજી તેમજ શેરડી સહિતના પાકની ખેતી કરીને વર્ષે ખુબ જ સારી કમાણી કરી રહ્યા છે. ખાસ કરીને હળવદ તાલુકાનાં માનસર ગામે રહેતા મગનભાઇ વીરજીભાઇ, ઘનશયમ ગોહિલ સહિતના ખેડૂતો દ્વારા તેઓની ખેતીની જમીનમાં છેલ્લા ઘણા વર્ષોથી શેરડીની ખેતી કરવામાં આવી રહી છે. અને તેઓના ખેતરેથી જ વેપારીઓ સહિતના લોકો માલ લઈ જાય છે જેથી તેને વેચાણ કરવા માટેની પણ ચિંતા રહેતી નથી.

હાલમાં હળવદ તાલુકાનાં માનસર ગામની ખેતીની જમીનમાંથી 700 વિઘા કરતાં પણ વધુ જમીનમાં ખેડૂતો દ્વારા શેરડીની ખેતી કરવામાં આવી રહી છે અને ખેડૂતના કહેવા મુજબ એક વિઘે સરેરાશ 1000 મણ જેટલો પાક આવે છે અને બજારમાં મણના ઓછામાં ઓછા 150 થી 200 રૂપિયાના ભાવે શેરડી વેંચાઈ છે જેથી કરીને ખેડૂતોને શેરડીની ખેતીમાં વિઘે 1.80 લાખ જેટલી આવક થાય છે જયારે કપાસ, મગફળી જેવા રૂટિન પાકની ખેતી કરતાં ખેડૂતને વિઘે સરેરાશ 50 થી 60 હજાર રૂપિયાની આવક થાય છે. આમ રૂટિન ખેતી કરતાં ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં ખેડૂતોને બમણી કરતાં પણ વધુ આવક થાય છે જેથી કરીને મોરબી જીલ્લામાં માનસર ગામના મોટા ભાગના ખેડૂતો શેરડીનું વાવેતર કરીને પાક લઈ રહ્યા છે જયારે હળવદ સહિત બીજા તાલુકામાં ઘણા ખેડૂતો ધીમેધીમે રૂટિન ખેતીને જાકારો આપીને બાગાયત ખેતી તરફ વળી ગયા છે અને સારી આવક મેળવી રહ્યા છે.

મોરબી જીલ્લામાં મોટા ભાગે ખેડૂતો કપાસ, મગફળી અને ઘઉં વિગેરે પાકોની ખેતી કરતા હોય છે જો કે, બાગાયત વિભાગના આંકડા પર નજર કરીએ તો લીબું, દાળમ, ચીકુ, કેરી, જામફળ, ખારેક, સીતાફળ, આમળાં, પપૈયા તેમજ હવે શેરડી સહિતના પાકની ખેતીનું પ્રમાણ દિવસને દિવસએ વધી રહ્યું છે. આટલું જ નહીં જીરું, ધાણા, લસણ તથા વળીયારી જેવા મસાલા અને શાકભાજીમાં ડુંગળી, ભીંડો, ટામેટા, વેલાવાળા રીંગણાં જેવા શાકભાજીનું વાવેતર પણ ખુબ જ વધ્યું છે અને રૂટીન ખેતી કરતા જો જુદું કરવામાં આવે તો ખેડૂતોને આવક વધે જે એટલું જ નહીં પરંતુ તેની ખેતીની અન્ય ખેડૂતો તેમજ સરકારી તંત્ર દ્વારા નોંધ પણ લેવામાં આવેલ છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News