મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં મેડીકલેમ આપવાની ના પાડતી વિમા કંપનીને વ્યાજ સહિત રકમ ચુકવવા ગ્રાહક કોર્ટનો હુકમ


SHARE













મોરબીમાં મેડીકલેમ આપવાની ના પાડતી વિમા કંપનીને વ્યાજ સહિત રકમ ચુકવવા ગ્રાહક કોર્ટનો હુકમ

મોરબીના વતનીએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપનીનો વિમો લીધેલ હતો.ફરિયાદીના પત્નિ હોસ્પીટલમાં દાખલ થયેલ.આ ખર્ચની રકમ વિમા કંપનીએ આપવાની ના પાડતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને જાણ કરતા તેઓ દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ કરવામાં આવતા ગ્રાહક અદાલતે ગ્રાહકને થયેલ ખર્ચના રૂપીયા વ્યાજ સહીત ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, કુંજનભાઈના પત્ની બિંદીયાબેન ઓબેસીટીની બિમારીના કારણે લાઈફ હોસ્પીટલમાં ચાર દિવસ દાખલ થયા હતા.કુંજનભાઈ પાસે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સનો વિમો હતો.ફરિયાદીએ તમામ કાગળો ઈન્સ્યુરન્સ કાુ.માં આપેલ પરંતુ વિમા કંપનીએ રેપ્યુર્ડ લેટરથી વિમો આપવાની ના પાડેલ તેથી તેઓએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.ગ્રાહક અદાલતે કહેલ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વિમા કંપની રેપ્યુર્ડ લેટરનો આશરો લઈ શકે નહી.ગ્રાહકે વિમાની રકમ પ્રીમીયમ રૂપે ભરેલ છે.વિમો ન આપવો તે વિમા કંપનીની સેવામાં ખામી ગણાય માટે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપનીએ દર્દીને થયેલ ખર્ચના રૂા.૩,૪૨,૩૨૨ ૬ ટકાના વ્યાજ અને ખર્ચના રૂા.૫૦૦૦ સહીતની રકમ ચુકવવાનો આદેશ ફરમાવેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડત કરવી જરૂરી છે.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થામા પ્રમુખ લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News