માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે માનસિક આરોગ્યની શિબિર યોજાઈ


SHARE







મોરબીમાં ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે માનસિક આરોગ્યની શિબિર યોજાઈ

મોરબીમાં અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, મોરબીમાં રહીને અભ્યાસ કરતા છાત્રોને યુવા, અને વિદ્યાથી અવસ્થામાં પરીક્ષા કે વ્યકિતગત માનસિક આરોગ્યને લગતા પ્રશ્નો બાબતે તેઓની મુંજવણ દૂર થાય અને યોગ્ય જાણકારી કે માર્ગદર્શન મળી રહે તેમજ છાત્રોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ શિબિરમાં મોરબી સિવિલ હોસ્પીટલના મનોચિકિત્સક ડૉ.વિશાલ ભટ્ટએ છાત્રો સાથે હતાશા, તણાવ, ચિંતા, અંજમપો, વિગેરે માનસિક આરોગ્યના મુંજવતા પ્રશ્નો બાબતે પરામર્શ કરી ઉપચારાત્મક માર્ગદર્શન આપ્યું હતું. શિબિર દરમિયાન મોરબી અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક એ.એમ.છાસીયાએ છાત્રોને કોઈપણ પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ રાખવા પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (હો) ડી.એસ.પીપળીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેવું મોરબી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News