મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ


SHARE







મોરબીની માધાપરવાડી શાળામાં તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે એ માટે રોજ બરોજમાં ઉપયોગમાં વપરાતી લેવાતી વસ્તુનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ. પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશ યોજાઈ હતી જેમાં લુંટાવદર શાળાના મિત્તલબેન રાધુરાનો પ્રથમ નંબર, હેતલબેન કાંસુંદ્રા આમરણ શાળાનો દ્વીતીય નંબર, રજનીબા જાડેજા નવાપરા ખારચિયા શાળાએ તૃતિય નંબર પ્રાપ્ત થયો હતો. સ્પર્ધામાં  નાયબ મામલતદાર કલ્પેશ.ડી.બુશા ઉપસ્થિતમાં વર્ષાબેન સોંલકી મુખ્ય સેવિકા, ઉમેશભાઈ બોપલીયા સી.આર.સી. કો.ઓર્ડીનેટર વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું અને વિજેતાના નામ જાહેર કર્યા હતા. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ પ્રિતેશભાઈ, પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ ઉંટવડિયા તેમજ હાલના બળવંતભાઈ સનારીયા, તાલુકાના અધ્યક્ષ પ્રણવ ઠાકર ચંદુભાઈ જોશી વગેરે  મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના હોદેદારોએ ખુબજ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News