મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ


SHARE









મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતો અને કામકાજ કરતો યુવાન ઘરેથી કામે જાવ છું તેમ કહીને નીકળ્યો હતો અને બાદમાં ઘરે પરત ન ફરતા તેની માતા દ્વારા પોલીસમાં જાણ કરાતા પોલીસે યુવાનની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્રનગર ગામે સર્વોપરી સ્કૂલ પાસે દેવપાર્ક વિસ્તારમાં રહેતા બબીબેન નરશીભાઈ અદગામા કોળી નામના ૫૩ વર્ષ આધેડ મહિલાએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, તેમનો દીકરો અશ્વિન નરશીભાઈ અદગામા (ઉમર ૧૮) રહે દેવપાર્ક મહેન્દ્રનગર મોરબી તા.૧૯-૭ ના સાંજે આઠેક વાગ્યે ઘરેથી કામે જાવ છું.તેમ કહીને નીકળ્યો હતો અને પરત ઘરે આવ્યો ન હતો.ઘરમેળે શોધખોળ કરવા છતાં તેનો પતો લાગ્યો ન હતો.જેથી હાલ પોલીસમાં જાણ કરવામાં આવેલ છે અને સ્ટાફના પંકજભાઈ ગુઢડા દ્વારા ગુમ થયેલા અશ્વિનભાઈને શોધવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે આવેલા રેલ્વે સ્ટેશન પાસે બાઈક હડફેટે ઇજા થતા રમીલાબેન (૪૦) રહે.વણોજ જી. બહુચરાજી ને ઇજા થઈ હોય મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના જુના-નવા વેગડવાવ વચ્ચેથી આશરે ૫૫ વર્ષના આધેડને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને તેમના કોઈ વાલી-વારસ સાથે ન હોવાથી પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે પ્રાથમિક તપાસ કરી હળવદ પોલીસને જાણ કરાઈ હતી.

યુવાન સારવારમાં

હળવદના ધાંગધ્રા રોડ ખાતે બાઈક સાથે અન્ય બાઇક ટકરાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં રસિક ભવાનભાઇ પરમાર (૩૨) રહે.હળવદને ઇજા થયેલ હોય અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી જિલ્લાના માળિયા મીંયાણા ઓનેસ્ટ હોટેલ પાસે બ્રિજ ખાતે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલા આનંદ અશોકભાઈ થરેસા (૨૬) તથા કરણ માલાભાઈ વાઘેલા (૨૩) રહે.બંને રાજકોટ ને ઇજાઓ થયેલ હોય બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરી આ સંદર્ભે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News