માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

માળિયા-કચ્છ હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમમાં યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE







માળિયા કચ્છ હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમની અંદર રાજસ્થાની યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોટલના મેનેજરે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસીને હાલમાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમ નંબર 1 માં રહેતા ફૂકરાજ કલ્યાણસિંહ રાવતરાજપુત (18) નામના યુવાને કોઈપણ કારણોસર હોટલના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોટલના મેનેજર રાકેશભાઈ બળવંતભાઈ વણઝારા (30) રહે. હાલ ખોડીયાર કાઠીયાવાડ હોટલ માળીયા મૂળ રહે રાજસ્થાન વાળાએ પોલીસને જાણ કરી હતી જેથી માળીયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અને મૃતક યુવાન હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો તેવી માહિતી હોટલના મેનેજર પાસેથી જાણવા મળેલ છે જો કે, યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશાના પોલીસે તપાસ હાથ ધરી છે.






Latest News