મોરબી જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ
મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો
SHARE
મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો
મોરબીમાંથી ૨ કીલો ૨૩૦ ગ્રામ ગાંજા સાથે એક આરોપી પકડાયો હતો જેથી પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જમીન મેળવવા માટે તેના વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપીની જમીન અરજી મંજૂર કરતાં આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૨ કીલો ૨૩૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજા સાથે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છી રહે. ખાટકીવાસ મોરબીને ઝડપી લીધેલ હતી અને તેની સામે એ ડિવિઝનમાં એનડીપીએસ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જામીન માટે તેના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત અરજી દાખલ કરેલ હતી અને મોરબીના સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે સમક્ષ આરોપીના વકીલ મનીષ પી. ઓઝાએ કરેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છીના ૨૫,૦૦૦ ના જમીન મંજૂર કરેલ છે. આ કેસમાં મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.