મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી : દેવીપુર નજીક વાહન અકસ્માતમાં દંપતી ખંડિત : પતિનું મોત-પત્ની સારવારમાં


SHARE











મોરબી : દેવીપુર નજીક વાહન અકસ્માતમાં દંપતી ખંડિત : પતિનું મોત-પત્ની સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના દેવીપુર ગામે અકસ્માત થયો હતો. જેમાં ચરાડવા રહેતા દંપતી પૈકી પતિનું મોત નિપજેલ છે. જયારે પત્નીને સારવારમાં ખસેડાયા છે.  મોરબી જીલ્લાના મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા મહેશભાઈ કનુભાઈ તડવી (ઉ.વ.30) અને મીનાબેન મહેશભાઈ તઢવી (ઉ.28)ને તા.15ના રાત્રીના સાડા આઠેક વાગ્યે હળવદના દેવીપુર (ચરાડવા) નજીક વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓ થયેલ હતી.

જેથી ચરાડવા પીએચસી ખાતે સારવાર આપીને બંનેને વધુ સારવાર માટે મોરબી સિવિલે ખસેડવામાં આવ્યા હતા. જોકે રસ્તામાં મહેશભાઈ તડવી નામના યુવાનનું મોત નિપજયું હતું. જયારે મીનાબેન તડવીને સારવારમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પીટલ સુત્રોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને બનાવની જાણ કરતા અહીંના આર.આર. મિયાત્રાએ તપાસ કરી અને આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરતા ત્યાંના વિજયભાઈ ચાવર્ડા તપાસ હાથ ધરેલ છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે દંપતી સગાને ત્યાં હળવદના કડીયાણા ગામે ગયા હતા અને બાઈકમાં ડબલ સવારીમાં પરત ખરેડા જતા હતા ત્યારે હળવદના ચરાડવા રોડ દેવીપુરના પાટીયા પાસે અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈ વાહનની ઠોકરે લાગી હોય તેવું જણાતું નથી સંભવત: બાઈક સ્લીપ થતા ઉપરોકત બનાવ બન્યો હોય તેવું પ્રાથમીક અનુમાન છે અને આગળની વધુ તપાસ ચાલુ છે.

વાહન અકસ્માત
 મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી ભીમસર જતા રસ્તે બાઈક સ્લીપ થઈ જતા શારદાબેન નટુભાઈ સોલંકી રહે. ભગવતીપરા રાજકોટને સારવાર માટે લઈ જવાયા હોવાનું પોલીસે જણાવેલ છે.જયારે મોરબીના પરશુરામધામ કંડલા બાયપાસ પાસે રહેતી રૂકશાનાબેન સલીમભાઈ સુમરા (ઉ.21) નામની યુવતી એકટીવા લઈને કોલેજેથી પરત ઘરે જતી હતી ત્યારે સેંટમેરી સ્કુલ પાસે સ્લીપ થતા સારવાર માટે દવાખાને લઈ જવાઈ હતી. લખધીરપુર રોડ સીરામીક યુનીટમાં મારામારીમાં ઈજા થતા લવલેશભાઈ મુન્નાભાઈ બાડમેર (18)ને સારવાર માટે સીવીલે ખસેડાયો હતો






Latest News