મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સહિતની ટિમ પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઈ ચાવડાને મળી
મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ શોરૂમ નજીક હાઇવે રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા પરેશકુમાર માણસુરભાઈ હેરમા (29) નામનો યુવાન ટિંબડી ગામના પાટીયા પાસે હતો ત્યારે ત્યાં રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં ભારત બેઝના શોરૂમ પાસે હાઇવે રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પરેશકુમાર હેરમાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ઉમા રેસીડેન્સી ખાતે રહેતા તેજલબેન કારાભાઈ (34) નામના મહિલા એકટીવામાં ઘર નજીકથી જઈ રહ્યા હતા દરમિયાન એક્ટિવા સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
યુવાન સારવારમાં
મોરબીની મોટી રાવલ શેરીમાં રહેતા કાર્તિકભાઈ કાંતિલાલ રાચ્છ (44) નામનો યુવાન પગપાળા ચાલીને સુપર ટોપીક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી









