મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ
SHARE
મોરબીના રંગપર ગામ નજીક રોડ ઉપર ટ્રેક્ટર લોડર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ જે અકસ્માત થયો છે તેનો સીસીટીવી કેમેરાનો વિડિઓ વાયરલ થયો છે જે જોતા સલામતીની સવારી એસટી અમારી કેવી રીતે કહેવું તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામ પાસેથી મોરબી ઘાટીલા રૂટની એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર લોડર સાથે અકસ્માત થયો હતો અને તે બનાવમાં એસટી બસમાં આગળના ભાગે નુકસાની થયેલ હતી સદનસીબે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે એસટી બસના ચાલક ટ્રકનો ઓવરટેક કરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન સામેથી રોંગ સાઈડમાં ટ્રેક્ટર લોડર આવ્યું હતું અને તેની સાથે બસ અથડાવવાના કારણે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે, ગઈકાલે બપોરના સમયે સર્જાયેલ અકસ્માતના આ બનાવનો આજે સવારથી મોરબીના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલ છે જેમાં એસટી બસ ધડાકાભેર લોડર ટ્રેક્ટર સાથે અથડાઈ રહી છે તે જોતા એસટી નું સૂત્ર સલામતી સવારી એસટી અમારી કેવી રીતે સાર્થક થાય તેવો સવાલ ઉઠી રહ્યો છે









