હળવદમાં યોજાયેલ મેગા મેડીકલ કેમ્પનો 1750 દર્દીઓએ લાભ લીધો મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે આગામી ૪ જાન્યુઆરીનાં રોજ સંમેલન યોજાશે મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખનાર યુવાનને મહિલાના પતિ સહિત પાંચ શખ્સોએ પાઇપ, સળિયા તથા ધોકા વડે મારમાર્યો રશિયન સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ, ભારત સરકાર પાસે માંગી મદદ: યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે પકડાયેલ મોરબીના સાહિલ માજોઠીના વધુ બે વિડીયો વાયરલ હાઇટેક પોલીસ: માળીયા (મી)ના વીરવિદરકા પાસે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરીને 3700 લિટર આથો-830 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના ઘૂટું પાસે રામનગરી સોસાયટીમાં ઘરમાંથી દાગીના અને રોકડ મળીને 1.19 લાખના મુદામાલની ચોરી: વાંકાનેરમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

હાઇટેક પોલીસ: માળીયા (મી)ના વીરવિદરકા પાસે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરીને 3700 લિટર આથો-830 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE











હાઇટેક પોલીસ: માળીયા (મી)ના વીરવિદરકા પાસે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરીને 3700 લિટર આથો-830 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

થોડા સમય પહેલા માળિયા મીયાણા નજીક હાઇવે રોડ ઉપર જનતા રેડ કરીને દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પકડવામાં આવી હતી. ત્યારબાદ હવે આ વિસ્તારમાં માળીયા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરીને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર ધાસ બોલાવવામાં આવી છે અને વીરવિદરકા ગામની સીમમાં જુદી જુદી બે જગ્યાએ નદીના કાંઠે ચાલતી ભઠ્ઠીઓ ઉપર રેડ કરીને પોલીસે 3700 લિટર આથો તથા 830 લિટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓ હાજર ન હોવાથી હાલમાં બે શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેમજ તાજેતરમાં એક જનતા રેડ નેશનલ હાઈવે રોડ ઉપર વીર વિદરકા ગામના પાટીયા પાસે કરવામાં આવી હતી ત્યારે સ્કોર્પિયો ગાડીમાંથી દેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ હતો અને તેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ હવે માળિયા તાલુકા પોલીસ દ્વારા ડ્રોનથી પેટ્રોલિંગ કરીને જે જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલુ હોય અથવા તો દૂષણ હોય તેને ડામવા માટેની કવાય શરૂ કરી છે જેના ભાગરૂપે માળિયા તાલુકાના વીર વિદરકા ગામની સીમમાં નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાનું ડ્રોન પેટ્રોલિંગ દરમ્યાન સામે આવ્યું હતું જેથી પોલીસે પહેલી રેડ કરતી હતી ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો 2600 લિટર આથો તથા 460 લિટર દેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે 1,57,100 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને રેડ દરમિયાન આરોપી હાજર ન હોય હાલમાં અલ્તાફભાઈ હસણભાઇ સંવાણી રહે. વીરવિદરકા વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે દેશી દારૂની બીજી રેડ નદી કાંઠે કરવામાં આવી હતી ત્યાં સ્થળ ઉપરથી 1100 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો તેમજ 370 લીટર દેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને 1,01,550 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં મકબુલભાઈ ગફુરભાઈ સામતાણી રહે. વીરવિદરકા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News