રશિયન સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ, ભારત સરકાર પાસે માંગી મદદ: યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે પકડાયેલ મોરબીના સાહિલ માજોઠીના વધુ બે વિડીયો વાયરલ
SHARE
રશિયન સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ, ભારત સરકાર પાસે માંગી મદદ: યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે પકડાયેલ મોરબીના સાહિલ માજોઠીના વધુ બે વિડીયો વાયરલ
મોરબીના કાલિકા પ્લોટમાં રહેતો સાહિલ મજોઠી નામનો યુવાન રશિયામાં અભ્યાસ માટે ગયો હતો અને ત્યાં તેને ડ્રગ્સ કેસમાં સજા કરવામાં આવી હતી ત્યાર બાદ રશિયા તરફથી તેને યુક્રેન સામે યુધ્ધ કરવા માટે મોકલવામાં આવેલ હતો જોકે, તેને યુક્રેન સામે યુદ્ધ કરવાના બદલે કોઈપણ પ્રકારનું યુક્રેનમાં નુકશાન કર્યા વગર આત્મસમર્પણ કર્યું હતું જેથી હાલમાં તે યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે બંદીવાન છે તેવામાં તેના વધુ બે વિડિઓ હાલમાં વાયરલ થયા છે જેમાં તે ભારત સરકારને પોતાને ભારત પરત લાવવા માટેની અપીલ કરે છે અને રશિયાની સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરે છે.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન માજોઠીનો 22 વર્ષીય યુવાનનો દીકરો મજોઠી સાહિલ જાન્યુઆરી 2024 માં રશિયામાં બીટેક નો અભ્યાસ કરવા માટે ગયો હતો અને ત્યાં અભ્યાસની સાથે તે કુરિયર સર્વિસમાં નોકરી કરતો અને અને એપ્રિલ 2024 માં તે કુરિયર આપવા માટે જતો હતો ત્યારે રશિયાની પોલીસે તેને પકડ્યો હતો અને તેની પાસે રહેલ જે પાર્સલ હતું તેમાંથી 20 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી કરીને ત્યાની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સહિતલને 7 વર્ષની સજા કરવામાં આવી હતી. અને તે રશિયાની જેલમાં હતો ત્યાંથી યુક્રેન સામે યુધ્ધ લડવા માટે તેને તૈયાર કરીને મોકલવામાં આવેલ હતો અને ત્યાં તેને ગત ઓક્ટોમ્બર મહિનામાં યુધ્ધ કર્યા વગર જ યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કર્યું હતું ત્યારથી યુધ્ધ કેદી તરીકે યુક્રેનમાં છે.
યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે પકડાયેલ સાહિલને હેમખેમ ભારત પાછો લાવવા માટે સાહિલની માતા હસીનાબેને ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપિતા સુધી રજૂઆતો કરેલ છે અને દિલ્હીમાં કોર્ટમાં પણ અરજી કરવામાં આવેલ છે જેમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં હિયરિંગ છે. જો કે, હાલમાં સાહિલ માજોઠીના બે વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં તેણે રશિયાની સરકાર ઉપર આક્ષેપ કરેલ છે અને ભારત સરકારને પોતાને ઘરે પાછો લઈ આવવા માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં સાહિલે સરેન્ડર કર્યું ત્યારે ઓક્ટોમ્બર મહિનામાં પણ તેનો એક વીડિયો સામે આવ્યો હતો અને હાલમાં સાહિલના બીજા બે વિડિઓ સામે આવેલ છે. જેમાં સાહિલ વધુ એક વખત રશિયા સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરી રહ્યો છે અને તેને પહેલા ડ્રગ્સના કેસમાં ફસાવવામાં આવ્યો અને ત્યાર બાદ યુક્રેન સામે યુધ્ધ કરવા માટે મોકલવામા આવેલ છે તેવું કહી રહ્યો છે અને ભારત સરકાર દ્વારા તેને મોરબી આવવા માટે મદદ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે.
રશિયાની સીટીઝન શીપ, સરકારી નોકરી અને સજા માફી સહિતના પ્રલોભનો આપ્યા હતા: હસીનાબેન માજોઠી
સાહિલના માતા હસીનાબેને જણાવ્યુ હતું કે, તેઓ રશિયા કયારે પણ ગયા નથી અને તેના દીકરાને ડ્રગ્સ કેસમાં પકડવામાં આવે છે તેની ત્યાની પોલીસે જાણ કરી હતી જો કે, પાર્સલ કોને આપ્યું હતું અને કોને પાર્સલ આપવાનું હતું તે સહિતની માહિતી રશિયાની પોલીસને આપી હતી તો પણ તે લોકોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને માત્ર ફિંગર પ્રિન્ટ આધારે તેની સામે કેસ ચલાવીને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. અને તે જેલમાં હતો ત્યારે તેણે રશિયાની સીટીઝન શીપ, સરકારી નોકરી અને સજા માફી સહિતના પ્રલોભનો આપવામાં આવ્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભારતીય એમબેસી દ્વારા ભારતીય નાગરિકોને રશિયાની સરકાર દ્વારા કોઈ પણ લાલચ કે પ્રલોભન આપવામાં આવે તેમાં ન આવવા માટેનો પત્ર જાહેર કરવામાં આવેલ હતો જો કે, તેની જાણ જેલમાં બંધ સાહિલને કરવામાં આવી જ ન હતી તેવો આક્ષેપ અગાઉ તેની માતાએ કર્યો હતો