મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાલે મતદાનના દિવસે કર્મચારીઓને રજા માટે યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ


SHARE









મોરબી જીલ્લામાં કાલે મતદાનના દિવસે કર્મચારીઓને રજા માટે યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ

ભારત સરકારના પર્સોનલ મંત્રાલયના ઓફિસ મેમોરેન્ડમની માર્ગદર્શિકા મુજબ કેન્દ્ર સરકારની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે/મત આપી શકે તે હેતુસર  મત આપવા માટેના સમય પુરતી રજા આપવા કચેરી/સંસ્થામાં મોડા આવવા અથવા વહેલા આવવા જણાવેલ છે. જે અનુસંધાને મોરબી  જિલ્લા કલેક્ટર પી.જે. ભગદેવ દ્વારા હુકમ બહાર પાડવામાં આવેલ છે.

જે હુકમમાં જણાવ્યા અનુસાર તારીખ ૧૯/૧૨/૨૦૨૧ ના રોજ જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે તે પંચાયતના જે તે વિસ્તાર પૂરતી સ્થાનિક રજા જાહેર કરવામાં આવે છે. અને જે ગ્રામ પંચાયતમાં ચૂંટણી નથી તેવા ગામોમાં અથવા શહેરી વિસ્તારમાં કામ કરતાં કેન્દ્ર/રાજ્ય સરકારની કચેરી/સંસ્થાના કર્મચારીઓ, સહકારી, ખાનગી ક્ષેત્ર/બોર્ડ/નિગમની કચેરીઓમા કામ કરતા કર્મચારીઓ/ કામદારોને તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે/મત આપી શકે તે હેતુસર તારીખ ૧૯/૧૨/૨૦૨૧ના રોજ કચેરી/સંસ્થામાં મોડા આવવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવાની રહેશે. જે નાગરીકો ઉકત વિસ્તારો સિવાય અન્યત્ર નોકરી કરતા હોય પરંતુ તેઓ સદરહું ચૂંટણી હેઠળના વિસ્તારોના મતદારો હોય તેઓને પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે કાર્યવાહી કરવાની રહેશે




Latest News