મોરબી જીલ્લામાં કાલે મતદાનના દિવસે કર્મચારીઓને રજા માટે યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ
વાંકાનેર શહેર યુવા અને તાલુકા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઇ
SHARE
વાંકાનેર શહેર યુવા અને તાલુકા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઇ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ એવં પરામર્શ કરીને વાંકાનેર શહેર યુવા મોરચાની ટીમને જાહેર કરવામાં આવેલ છે
વાંકાનેર શહેર યુવા મોરચોના પ્રમુખ તરીકે ઝાલા જયેન્દ્રસિંહ મઘુભા, મહામંત્રી પાટડીયા નિતેશભાઈ સવજીભાઈ, ઉપપ્રમુખ મહાલીયા મનિષભાઈ દિલીપભાઈ, ઉપપ્રમુખ ઝાલા રૂષિરાજસિંહ પ્રદ્યુમનસિંહ, મંત્રી સુરેલા નિતીનભાઈ રાજેશભાઈ, મંત્રી હણ વિજયભાઈ રમેશભાઈ, મંત્રી મોરણીયા પિયુષભાઈ પ્રવિણભાઈ, મંત્રી બગ્ગા દિપસિંહ જસ્વીરસિંહ, કોષાધ્યક્ષ ગોસ્વામી ધર્મેશગીરી વિરેન્દ્રપરીની વરણી કરવામાં આવી છે આવી જ રીતે વાંકાનેર તાલુકા લઘુમતી મોરચોના પ્રમુખ તરીકે દેકાવાડીયા ગ્યાસુદીન હબીબભાઈ, મહામંત્રી કડીવાર ફારૂકભાઈ અબ્દુલભાઈ, ઉપપ્રમુખ બાદી ગુલાબમોયુદિન અલાવદીભાઈ, ઉપપ્રમુખ વકાલીયા નજરૂદીન અમીભાઈ, મંત્રી શેરસિયા ગુલાબમોયુદિન ફતેભાઈ, મંત્રી શેરસિયા મોહમદરઝા અલાવદીભાઈ, મંત્રી ખોરજીયા યુનુશભાઈ મિમંજી, મંત્રી માથકીયા અહેમદરઝા હુશેનભાઈ, કોષાધ્યક્ષ ખોરજીયા માહમદભાઈ હસનભાઈની વરણી કરવામાં આવેલ છે અને વાંકાનેર શહેર આઈ.ટી. ટીમના ઈન્ચાર્જ તરીકે અશ્વિનભાઈ અશોકભાઈ અગ્રાવત, સહ ઇન્ચાર્જ તરીકે જાનકીદાસભાઈ મુળદાસભાઈ સાધુ, એસ.એમ. ટીમના ઈન્ચાર્જ તરીકે હિમાંશુભાઈ મોહનભાઈ ગેડીયા અને સહ ઇન્ચાર્જ નવદિપભાઈ રમણીકલાલ ભટ્ટીને લેવામાં આવેલ છે