વાંકાનેર શહેર યુવા અને તાલુકા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઇ
હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓની હડતાળ સમેટાઇ, સોમવારથી હરરાજી શરૂ
SHARE
હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓની હડતાળ સમેટાઇ, સોમવારથી હરરાજી શરૂ
હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસેથી અગાઉ ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને બાદમાં તે જ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા બે દિવસથી હરરાજી બંધ રાખવામા આવી છે જો કે,હાલમાં વેપારીઓની હડતાલ સમેટાઇ છે જેથી કરીને સોમવારથી હરરાજી શરૂ કરવામાં આવશે
હળવદ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી વેપારીઓ દ્વારા ખંડણીખોરના ત્રાસના વિરોધમાં હરરાજીની કામગીરી અને દુકાનો બંધ કરવામાં આવી હતી જેથી કરીને હડતાળ સમેટાઇ તે માટે છેલ્લા બે દિવસથી હળવદ માર્કેટ યાર્ડના સત્તાધીશો અને સ્થાનિક પોલીસ દ્વારા વેપારીઓને સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓની સાથે ફરી બેઠક કરવામાં આવી હતી જેમાં આરોપીની સામે કડક કાર્યવહી કરવાની ખાતરી આપવામાં આવતા હાલમાં વેપારીઓ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવેલ છે અને સોમવારથી યાર્ડમાં હરરાજી શરૂ કરવામાં આવશે