મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓની હડતાળ સમેટાઇ, સોમવારથી હરરાજી શરૂ


SHARE













હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓની હડતાળ સમેટાઇ, સોમવારથી હરરાજી શરૂ

હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસેથી અગાઉ ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને બાદમાં તે જ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા બે દિવસથી હરરાજી બંધ રાખવામા આવી છે જો કે,હાલમાં વેપારીઓની હડતાલ સમેટાઇ છે જેથી કરીને સોમવારથી હરરાજી શરૂ કરવામાં આવશે

હળવદ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી વેપારીઓ દ્વારા ખંડણીખોરના ત્રાસના વિરોધમાં હરરાજીની કામગીરી અને દુકાનો બંધ કરવામાં આવી હતી જેથી કરીને હડતાળ સમેટાઇ તે માટે છેલ્લા બે દિવસથી હળવદ માર્કેટ યાર્ડના સત્તાધીશો અને સ્થાનિક પોલીસ દ્વારા વેપારીઓને સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓની સાથે ફરી બેઠક કરવામાં આવી હતી જેમાં આરોપીની સામે કડક કાર્યવહી કરવાની ખાતરી આપવામાં આવતા હાલમાં વેપારીઓ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવેલ છે અને સોમવારથી યાર્ડમાં હરરાજી શરૂ કરવામાં આવશે




Latest News