મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર


SHARE









મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્સસ ગ્રેનેટો નામના કારખાનામાં થાર ગાડી લઈને આવેલ શખ્સે સિક્યુરિટી ગાર્ડને કહ્યું હતું કે “તારા શેઠને બોલાવો મારે તેની પાસેથી ગાડીના ભાડાના પૈસા લેવાના બાકી છે” ત્યાર બાદ પોતાની થાર ગાડી કારખાનાના ગેટની અંદર લઈ આવીને ત્યાં પડેલ શેઠની ઇનોવા ગાડીની પાછળના ભાગમાં થાર ગાડી બે વખત અથડાવી હતી. અને ઈનોવા ગાડીમાં 4 લાખનું નુકસાન કર્યું હતું તેમજ ગેટ પાસે ઉભેલા કારખાના જનરલ સુપરવાઇઝરની સાથે તેને જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી અથડાવીને થાર ગાડી લઈને આવેલ શખ્સ ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્સસ ગ્રેનેટો ઇન્ડિયા લિમિટેડના લેબર કવાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યશપાલસિંહ સર્વેસકુમાર શ્રીવાસ્તવ (32) એ મહેન્દ્રા થાર ગાડી નંબર જીજે 39 સીસી 6926 ના ચાલક અમરભાઈ મનજીભાઈ રબારીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા.23/12 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તે પોતાની ફરજ ઉપર હતો ત્યારે આરોપી તેની ગાડી લઈને કારખાનાના ગેટ ઉપર આવ્યો હતો અને ફરિયાદીને કહ્યું હતું કે “તારા શેઠ અનિલભાઈને બોલાવ મારે તેની પાસેથી ગાડીના ભાડાના પૈસા લેવાના બાકી છે” તેમ કહીને ફરિયાદીને ગાળો આપી હતી ત્યારબાદ પોતાની ગાડીને કારખાનાની અંદર લઈ આવીને કારખાનામાં પડેલ શેઠ અનિલભાઈની ઇનોવા ગાડી નંબર જીજે 36 એએલ 1523 માં આરોપીએ પોતાની થાર ગાડી બે વખત અથડાવી હતી અને ઈનોવા ગાડીમાં 4 લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું તેમજ આરોપીએ પોતાની ગાડીને બહાર લઈને જતો હતો ત્યારે ગેટ પાસે ઉભેલા જનરલ સુપરવાઇઝર ભાઈરામભાઈ આસારામભાઈ જોશીને જાનથી મારી નાખવાના ઇરાદે તેની સાથે આરોપીએ પોતાની થાર અથડાવી હતી અને ત્યારબાદ તે પોતાની કાર લઈને ત્યાંથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે સિક્યુરિટી ગાર્ડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

800 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

માળીયા (મી)ના ખીરઈ ગામથી કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર વોકળાના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મમદભાઈ જુસબભાઈ દોના રહે. ખીરઈ તાલુકો માળીયા મીયાણા વાળાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News