વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસે શિવ મંદિર સામેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ સાઈડમાં પાર્ક કરેલ ડમ્પરની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી કરીને બાઈક ચાલક યુવાનને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભ મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ કિયાન સિરામિક કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મદનભાઈ ચૂનુભાઈ તિવારી (37) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના મૃતક ભાઈ ધીરેન્દ્રભાઈ ચૂન્નુભાઈ તિવારી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, લાકડધાર ગામના શિવમંદિર પાસે રોડ ઉપરથી તેના ભાઈ પોતાનું બાઈક નંબર જીજે 36 કે 3065 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ સાઈડમાં ડમ્પર નંબર જીજે 36 એક્સ 4949 પાર્ક કરીને મૂક્યું હતું જેની પાછળના ભાગે બાઈક અથડાતા ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી માટે તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.
દારૂ ભરેલ રિક્ષા સાથે મહિલા સહિત બે પકડાયા
મોરબીના લખધીરવાસ વિસ્તારમાંથી પસાર થતી રીક્ષા નંબર જીજે 36 યુ 3173 ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી 10 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 30000 રૂપિયાની કિંમતની રીક્ષા તથા 10 હજાર રૂપિયાની કિંમતનો દારૂ આમ કુલ મળીને 40 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રીક્ષા ચાલક બાબુભાઈ માનસંગભાઈ કુરિયા (70) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી-2 અને વિનુબેન દિનેશભાઈ અદગામા (51) રહે. ત્રાજપર છેલ્લી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો મનિષાબેન સુરેશભાઈ થરેસા રહે. વજેપર શેરી નં- 24 મોરબી વાળાને આપવા માટે જતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં ત્રણેય સામે ગુનો નોંધાયો છે અને માલ મંગાવનારને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.