મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી નિમિતે ટીબીના દર્દીઓને કચ્છના સાંસદ તરફથી પોષણ કીટનું વિતરણ કરાયું


SHARE







અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી નિમિતે ટીબીના દર્દીઓને કચ્છના સાંસદ તરફથી પોષણ કીટનું વિતરણ કરાયું

ટીબી મુક્ત ભારત૨૦૨૫ સુંધીમાં ભારતભરમાંથી ટીબી નાબુદ થાય તેવો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે તેને સાર્થક કરવા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રયત્નોને સફળ બનાવવા નિક્ષય મિત્ર બનવા કોર્પોરેટ ક્ષેત્ર, સ્વેચ્છીક સંસ્થાનો, સંગઠનો અને દરેક રાજકીય દલો, જન પ્રતિનિધિઓ ને આહ્વાન કરતાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ સમાજ નવનિર્માણના સહયોગ સાથે આજે કચ્છ વિસ્તારમાં ૧૦૦ થી વધુ ૯૨ % ટીબી રોગના દર્દીઓને જરૂરી પોષણ કીટ નું વિતરણ કર્યું હતું.

અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી પર ૨૫ મી ડિસેમ્બર સુશાસન દિવસ નિમિતે ૯૨ % થી વધુ ક્ષય રોગ ગ્રસ્તોને ૧૦૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ટીબી વૈશ્વિક સમસ્યા છે તેને નિર્મુલન કરવા નિઃશુલ્ક નિદાન અને સારવાર તેમજ નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર્દીઓની સારવાર પૂર્ણ થાય ત્યાં સુંધી તેમને પોષણકીટ અને જરૂરી દવાઓ આપવા માટે હું સંકલ્પ બધ્ધ છું. ભારત સરકાર દ્વારા કોમ્યુનિટિ સપોર્ટ ટુ ટીબી પેશન્ટપહેલ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા ક્ષય અધિકારી દ્વારા સારવાર લેતા ટીબીના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શન મળે છે. સ્વેચ્છીક સંસ્થાઓ, સંગઠનો, સામાજીક કાર્યકરો, મારા સાથી મિત્રોને આ સંકલ્પ પરિ પૂર્ણ માટે સહકાર આપવા અપીલ કરૂ છું. તેમ સાંસદ ચાવડાએ જણાવ્યુ હતું. આ તકે ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યકક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News