મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં હોટલેથી ઘરે જઇ રહેલા આધેડનું મોત


SHARE







મોરબીના બાયપાસ રોડે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં હોટલેથી ઘરે જઇ રહેલા આધેડનું મોત

મોરબીમાં રહેતા આધેડ હોટલેથી પોતાના ઘરે જતાં હતા ત્યારે કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી તેઓ ઇલેક્ટ્રીક સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લેતા આધેડ રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને ત્યારબાદ તેના માથા ઉપરથી ટ્રકના ટાયર ફરી વળતા માથાનો ભાગ ચગદાઈ જવાથી અને હાથે, પગે તેમજ છાતીના ભાગે ઇજાઓ થઈ હોવાથી આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયા ચોક પાસે આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા યભાઈ દીપકભાઈ ફુલતરીયા (25)એ ટ્રક નંબર જીજે 3 બીવાય 1297 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મોટા બાપુ સુરેશભાઇ મગનભાઇ ફૂલતરિયા (57) ઇલેક્ટ્રીક સ્કૂટર નંબર જીજે 36 એડી 5404 લઈને મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને ટક્કર મારી હતી જેથી અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં ફરિયાદીના મોટા બાપુ રસ્તા ઉપર નીચે ફટકાતા તેના માથા ઉપરથી ટ્રકના ટાયર ફરી જવાના કારણે માથું ચગદાઈ ગયું હતું અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ફરિયાદીના મોટા બાપુનું અકસ્માતના બનાવમાં મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં ફરિયાદી પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે તેના મોટા બાપુ સુરેશભાઇની ગોકુળ હોટલ આવેલ છે અને ત્યાંથી તેઓ ઘરે આવી રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં તેઓનું મોત નીપજયું છે. 






Latest News