મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો
SHARE









મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો
શ્રી અમરપ્રેમ ચેરીટેબલ ટ્રસ્ટ વતી અશોકભાઈ ખન્ના આયોજિત ત્રિદિવસીય ફ્રી દવા વિતરણ સાથે બ્લડસુગર નિદાન તેમજ આંખોની તપાસના કેમ્પનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું હતું આબે ગઇકાલે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વજેપર વિસ્તારમાં સતવારા જ્ઞાતિની વાડીમાં આ કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં ડૉ.હસ્તિબેનને ૧૦૦ જેટલા દર્દીઓને જોઇ તપાસીને વિનામુલ્યે દવા આપી હતી. તો ડૉ.પલક કંઝારિયાએ ૪૫ લોકોના બીપી તેમજ બ્લડસુગર ચેક કર્યા હતા અને આંખની તપાસ ડૉ.ચિંતન મહેશ્વરી દ્વારા કરવા આવી હતી સાથે દવા તેમજ ટીપાનું હાર્દિક જેશાવાણી તથા સહદેવસિંહ ઝાલાના અનુદાનથી વિનામુલ્યે વિતરણ કરાયું હતુ. આ કેમ્પને સફળ બનાવવા માટે સતાવાર જ્ઞાતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કંઝરિયા, ટ્રસ્ટીઓ તથા ચંદ્રલેખાબેન, કૌશિકાબેન રાવલ, રશ્મિન દેસાઈ, કોઠારીભાઈ, જયસુખભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
