મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગૌસેવા
મોરબીના મહેન્દ્રનગર ગામે તુલસી પાર્કમાંથી કારની ચોરી
SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે તુલસી પાર્કમાંથી કારની ચોરી
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે તુલસી પાર્કમાં બાલાજી હાઇટ્સમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે ખુલ્લા પાર્કિંગમાં તેની કાર પાર્ક કરી હતી જે અલ્ટો કારને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મોરબી નજીકના જેતપર ગામના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે તુલસી પાર્કમાં આવેલ બાલાજી હાઈટસમાં ત્રીજા માળે રહેતા મુકેશભાઈ ખોડાભાઈ દેગામા જાતે કોળી (ઉંમર ૩૩) એ પોતાના ઘર પાસે આવેલ ખુલ્લા પાર્કિંગમાં તેની અલ્ટો કાર નંબર જીજે ૩૬ એલ ૫૭૫૪ પાર્ક કરીને મૂકી હતી જે કારને કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને એક લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઇ હોવાની મુકેશભાઈ દેગામાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
