આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં ભારતી સંકલ્પ દિવસ ઉજવાયો


SHARE













મોરબીની ભારતી વિધાલય શાળામાં ભારતી સંકલ્પ દિવસ ઉજવાયો

મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં અંગ્રેજી વર્ષના પ્રથમ દિવસને Happy New Year ની જગ્યાએ ભારતી સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના દરેક વિધાર્થી અને શિક્ષકોએ પોતાના જીવનના ઉચ્ચ સપનાને સાકાર કરવા માટે દ્રઢ સંકલ્પ લીધો અને તે સંકલ્પને પૂર્ણ કરવા માટે તે શું મહેનત કરશે ? તેની પણ લેખિત નોંધ કરેલ હતી. તેની સાથે સામૂહિક વિદ્યાર્થીઓએ સહિતના તમામે પોતાના માતા, પિતા અને ગુરુજી તેમજ વડીલોને હર હંમેશ આદર સત્કાર આપવા માટેનો સંકલ્પ કર્યો હતો અને એવું એક પણ કાર્ય નહીં કરે કે જેથી તેના કુળ, સમાજ કે દેશને લાંછન લાગે તેવો પણ સંકલ્પ કર્યો હતો. શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ પશ્ચિમી દેશોના તહેવારનું અનુકરણ કરવા કરતાં આપણી અમૂલ્ય ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા અને જાળવી રાખવા માટે દરેક વિધાર્થી અને શિક્ષકોને માહિતી આપેલ હતી અને શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ આપણી ભારતીય સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિથી શા માટે વધુ ચડિયાતી છે તેની સવિશેષ માહિતી આપેલ હતો અને વિદેશી સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે અપીલ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News