મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ૬ કેન્દ્રો ઉપર લેવાશે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૩ ની પરીક્ષા: જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું


SHARE







મોરબી શહેરમાં ૬ કેન્દ્રો પર લેવાશે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૩ ની પરીક્ષા: જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાના ૬ કેન્દ્રો પર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ માટેની પ્રાથમિક પરીક્ષા આગામી તા. ૪/૧ ના રોજ બપોરે ૧૧:૦૦ કલાકથી ૧૩:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ માટેની પ્રાથમિક પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા. ૪/૧ ના રોજ બપોરે ૧૧ થી ૧૩ કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. આ પરીક્ષા મોરબીમાં ધી વી.સી.ટેક હાઇસ્કુલ (વી.સી.ફાટક પાસે), ઓમ શાંતિ વિદ્યાલય (સરદાર બાગની સામે), નિલકંઠ વિદ્યાલય (રવાપર રોડ), નવયુગ વિદ્યાલય (કન્યા છાત્રાલય પાછળ), જ્ઞાનપથ વિદ્યાલય (ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ), ઉમા વિદ્યાલય સંકૂલ (ઉમા ટાઉનશીપ પાસે) ખાતે લેવામાં આવશે. ત્યાં જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. 






Latest News