માળીયા (મી)ની રેશનિગની દુકાનમાં ગોલમાલ: ઘઉં, ચોખા, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો જથ્થો સિઝ
મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાલયમાં બે દિવસીય બિઝનેસ ટાયકૂનનું આયોજન
SHARE









મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાલયમાં બે દિવસીય બિઝનેસ ટાયકૂનનું આયોજન
મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીને વેપારનું પ્રેક્ટીકલ જ્ઞાન મળે તેના માટે થઈને બે દિવસીય બિઝનેસ ટાયકૂનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો.૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા જ તમામ સંચાલન કરવામાં આવશે તેવું શાળાના સંચાલકે જણાવ્યું છે
મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ધંધાના થિયરિકલ જ્ઞાન સાથે પ્રેક્ટીકલ જ્ઞાન પણ મળે તે માટે થઈને બે દિવસીય બિઝનેસ ટાયકૂન ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આગામી તા ૨૫ અને ૨૬ ડિસેમ્બરના રોજ સવારે ૯ કલાકથી રાતના ૯ કલાક સુધી જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાલય ખાતે યોજાશે અને વધુમાં સંસ્થાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે કે, આ બે દિવસીય બિઝનેસ ટાયકૂન થકી જે કઈ આવક થશે તે આર્મી, અનાથ આશ્રમ અને ગૌશાળામાં ભેટ તરીકે આપવામાં આવશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈને શાળા દ્વારા બિઝનેસ ટાયકૂન એવોર્ડ, ઇકો ફ્રેન્ડલી એવોર્ડ અને બેસ્ટ માર્કેટિંગ એવોર્ડ પણ રાખવામાં આવ્યા છે
