મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં કણકોટ ગામે ગળેફાંસો ખાતા યુવાનનું મોત


SHARE













વાંકાનેર તાલુકાનાં કણકોટ ગામે ગળેફાંસો ખાતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા અને દુકાન ધરાવતા પ્રવીણભાઈ લખમણભાઇ સારદિયા જાતે કોળી નામના ૧૮ વર્ષીય યુવાને તેના ઘેર તારીખ ૧૮ ના રોજ ગળેફાસો ખાઇ લેતાં તેના ડેડબોડીને પીએમ અર્થે વાંકાનેર સિવિલે લઈ ગયા હતા માટે હોસ્પિટલ સત્તાવાળા તરફથી પોલીસને જાણ કરતા પોલીસ મથકના જે.જી.ઝાલાએ તપાસ હાથ ધરી હતી અને તપાસ અધિકારી જે.જી.ઝાલા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક પ્રવીણભાઈ સરડીયાની એકાદ વર્ષ પહેલા સગાઈ થયેલ છે જોકે, સગપણ બાબતે મનમાં લાગી આવતા ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જોકે કઈ વાતનું તેને મનમાં લાગી આવ્યું હતું તે હાલ પરિવારજનો પાસેથી પણ જાણવા મળેલ નથી

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના વાવડી ગામે રહેતો રઘુવીરસિંહ ધર્મરાજસિંહ ઠાકુર નામનો ૩૭ વર્ષીય યુવાન લક્ષ્મીનગર રોડ ઉપરથી ઉંદરડી માતા જવાના રસ્તે બાઇક લઈને જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં રઘુવીરસિંહને ઇજા થતાં અત્રે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામના રહેવાસી પ્રભુભાઈ અમરશીભાઈ કાસુન્દ્રા (૫૧) કારખાનેથી કામ કરીને પરત ઘરે જતા હતા ત્યારે વાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડ નજીક તેમની બાઇક આડે અચાનક ભૂંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત પ્રભુભાઈ કાસુન્દ્રાને અત્રે અત્રેની ડો. હેમલ પટેલની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો રાજેશ ભગવાનજીભાઇ પટેલ (૪૧) ગીતા ઓઇલ મિલ પાસેથી પસાર થતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાથી તેને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો છે 




Latest News