માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના પાવડીયારી નજીક કેનાલમાંથી કોહવાયેલ હાલતમાં યુવાનની લાશ મળી


SHARE

















મોરબીના પાવડીયારી નજીક કેનાલમાંથી કોહવાયેલ હાલતમાં યુવાનની લાશ મળી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક કેનાલમાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા લાશના ફોરેન્સિક પીએમ માટે લાશને રાજકોટ ખસેડાઇ હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના સાપર ગામના રહેવાસી નવઘણભાઈ દિનેશભાઈ હમીરપરા નામના નાગરિકે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફોન કરીને જણાવ્યું હતું કે, જેતપર રોડ ઉપર આવેલ હરીપર ગામ તરફ જવાના રસ્તે પાવડીયારી કેનાલમાંથી અજાણ્યા ત્રીસેક વર્ષીય યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી.જેથી તાલુકા પોલીસે મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.કેનાલના સાઇફનમાં લાશ ફસાઇ ગયેલ હોય અને ચારેક દિવસ થયા હોય અતિ કોહવાયેલી હાલતમાં લાશ હોય ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.તેઓના તરફથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક પરપ્રાંતીય યુવાન હોય અને આશરે ત્રીસેક વર્ષનો હોય તેવુ લાગી રહ્યુ છે જોકે લાશ અતી વિક્રૃત વયહાલતમાં હોય મૃતકની ઓળખ થઇ શકેલ નથી માટે ઉપર મુજબના વર્ણન વાળો કોઈ યુવાન ગુમ હોય તો મોરબી તાલુકા પોલીસ મથક ખાતે રૂબરૂ અથવા ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

મહિલા સારવારમાં

મોરબીના નારણકા ગામ પાસે પીપળીયા ચોકડી જવાના રસ્તે રહેતા જંગલીબેન વેસ્તાભાઇ બામણીયા નામની ૪૦ વર્ષીય મહિલા મોરબી-૨ સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર ચોકડી તરફ એસટી બસમાં બેસીને જતા હતા ત્યારે તેઓ બસની કેબીનમાં આગળના ભાગમાં બેઠેલા હતા તે દરમિયાન ઓચિંતી બ્રેક લાગતાં પગના ભાગમાં જેક લાગતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.

યુવાન-વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા રમેશ બચુભાઈ પરમાર નામના ૩૪ વર્ષીય યુવાને મહારાણા પ્રતાપ સર્કલ પાસેના બસ સ્ટેશન નજીક આવેલ શૌચાવય પાસે ચાર-પાંચ ઘેનની ટીકડીઓ ખાઈ લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરા કુલી નગર શેરી નંબર-૧ માં રહેતા વલીમામદભાઇ કાજડીયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે પડી જતાં તેઓને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લઇ જવાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.




Latest News