મોરબી જિલ્લાના ભાવિકભાઇ ભટ્ટ, નેવિલભાઈ પંડિત અને હાર્દિકભાઈ ભટ્ટને વિહિપમાં જવાબદારી સોંપાઈ
હા મારા ઉપર 125 કરોડનું દેણું છે, વિઘ્ન સંતોષીઓ મને અને પાર્ટીને બદનામ કરવાના પ્રયાસો કરે છે: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા
SHARE
હા મારા ઉપર 125 કરોડનું દેણું છે, વિઘ્ન સંતોષીઓ મને અને પાર્ટીને બદનામ કરવાના પ્રયાસો કરે છે: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા
મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ ઉપર કરોડો રૂપિયાનું દેણું છે અને તેઓ ગમે ત્યારે વિદેશ ભાગી જવાના છે તે પ્રકારના મેસેજ અને સમાચાર વાયરલ થયા હતા તે બાબતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખે મૌન તોડ્યું છે અને તેમના ઉપર જે દેણું હતું તેના 70 ટકા જેટલી રકમ તેઓએ ભરપાઈ કરી દીધી છે અને બાકીનું જે દેણું છે તે પણ એકથી બે વર્ષમાં ભરી દેશે અને તેઓ ક્યાંય જવાના નથી તેઓ જાહેર જીવનમાં છે અને તેઓ આજે પણ પોતાની ઓફિસે બેસીને કામ કરી રહ્યા છે. જો કે, કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા તેઓને તથા પાર્ટીને બદનામ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે તેવો આક્ષેપ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે
છેલ્લા ઘણા સમયથી મોરબીના રાજકારણમાં અને ઉદ્યોગ જગતમાં જે ચર્ચાઓ ચાલી રહી છે અને જે મેસેજ વાયરલ થયેલ છે તે મુજબ મોરબી જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ જયંતીભાઈ રાજકોટથી ઉપર કરોડો રૂપિયાનું દેણું છે અને તેઓ ગમે ત્યારે વિદેશ ભાગી જવાના છે તે પ્રકારના મેસેજ અને સમાચારો જુદા જુદા માધ્યમોમાં વાયરલ થઇ રહ્યા હતા જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ જયંતિભાઈ રાજકોટિયાએ હવે તેમનું મોન તોડ્યું છે અને તેઓએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતા જણાવ્યું છે કે તેઓની ધંધાની પર્સનલ મેટર છે અને તેમના ઉપર 350 કરોડ જેટલું દેણું હતું પરંતુ ધીમે ધીમે કરતાં તેઓએ અત્યાર સુધીમાં લગભગ 70 ટકા જેટલું દેણું પૂરું કરી દીધું છે અને લગભગ 30 ટકા જેટલું દેણું છે તે પણ આગામી 1થી 2 વર્ષની અંદર પૂર્ણ કરી દેશે. જો કે, કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા તેઓને તથા તેમની પાર્ટીને બદનામ કરવા માટે થઈને ખોટા મેસેજ વારંવાર વાયરલ કરવામાં આવી રહ્યા છે તેઓ જાહેર જીવનના વ્યક્તિ છે અને આજની તારીખે પણ તેઓ પોતાના કાર્યાલય બેસીને કામ કરી રહ્યા છે. તેઓ ક્યાંય જવાના નથી અને મોરબીમાં જ રહેવાના છે આટલું જ નહીં જે લોકોને તેમની પાસેથી પૈસા લેવાના છે તેઓને વહેલમાં વહેલી તકે તેઓ દ્વારા રૂપિયા આપી દેવામાં આવશે તેવું જિલ્લા ભાજપના પ્રમુખે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે