મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ઓન્ટ્રોપ્યુનોર ડે ની ઉજવણી કરાઇ


SHARE









મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ઓન્ટ્રોપ્યુનોર ડે ની ઉજવણી કરાઇ

વિધાર્થીઓને વિવિધ સહઅભ્યાસીક પ્રવૃતિઓ દ્વારા ઉતમ શિક્ષણ માટે જાણીતી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં કોમર્સના વિધાર્થીઓને વ્યવસાયી ઉધમી તરીકે કારકિર્દીની તક મળે તથા પોતાના અવનવા વિચારોની ધાર કાઢીને વેગવંતા બનાવવાના હેતુથી અવનવું આયોજન કરવામાં આવ્યું હતું. અને ધો.૧૧ અને ૧૨ કોમર્સના વિધાર્થીઓએ નવા બિઝનેસ આઈડિયાઝને પ્રોજેક્ટ સ્વરુપે પ્રેઝન્ટ કર્યા હતા. જેમાં ફુડ પોઈન્ટથી લઈને ટેકનોલોજીકલી સાઉન્ડ ગેઝેટસના પ્રોડક્શનથી માર્કેટીંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ ગૃપ બનાવી રજૂ કર્યા હતા. આ અવસરે ગૃપના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થ પટેલ, સૌરાષ્ટ્ર એકેડેમીક એસો. ના જનરલ સેક્રેટરી રવીન્દ્રભાઈ ત્રિવેદી, ઓમવિવિઆઇએમ કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ગડેશિયા, ન્યુ ઓમ શાંતિ વિધાલયના પ્રિન્સિપાલ અંકિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ નિર્ણાયક તરીકે ભાવિન ચોટાઈ તથા ધીમંત કાસૂન્દ્રાએ સેવાઓ આપી હતી તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ સનાકાઝી તથા કોમર્સ વિભાગનાં સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News