મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ઓન્ટ્રોપ્યુનોર ડે ની ઉજવણી કરાઇ
મોરબીના હજનાળી ગામે સમયસર પાણી આપવાની રજૂઆત
SHARE
મોરબીના હજનાળી ગામે સમયસર પાણી આપવાની રજૂઆત
મોરબી તાલુકાનાં હજનાળી ગામને પીવાનું પાણી હાલમાં પીપળીયા ચાર રસ્તાના સંપેથી આપવામાં આવે છે તેના બદલે હજનાળી ગામના સંપમાંથી પીવા માટેનું પાણી પુરૂ પાડવામાં આવે તેની પાણી પુરવઠા બોર્ડના અધિકારીને પી.પી.જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી છે
હાલમાં પી.પી.જોશીએ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, હજનાળી ગામે જે પીવાનું પાણી મળે છે તે પાણી પીપળીયા ચાર રસ્તાના સંપમાંથી આપવામાં આવે છે જે પીવાનું પાણી હજનાળી ગામને સમયસર આવતું નથી તેમજ રસ્તામાં ઘણી ફેકટરી બની ગયેલ હોય તેના મજૂરોને તેમાથી પાણી આપવામાં આવે છે ત્યારે હજનાળી ખાતે હાલમાં સંપ ચાલુ છે તો ત્યાંથી જો ગામને પાણી આપવામાં આવે તો સમયસર અને પુરતું પાણી ગામના લોકોને મળી શકે તેમ છે અને હજનાળી ગામના લોકોની હેરાનગતિ દૂર થાય તેમ છે