હળવદમાં પાણી પુરવઠા બોર્ડની સેકશન ઓફીસ ખોલવા રજૂઆત
SHARE
હળવદમાં પાણી પુરવઠા બોર્ડની સેકશન ઓફીસ ખોલવા રજૂઆત
હળવદ ખાતે પાણી પુરવઠા બોર્ડની સેકશન ઓફીસ ન હોવાથી લોકોને પાણી પ્રશ્નની રજૂઆત માટે મોરબી સુધીના ધક્કા થાય છે જેથી કરીને હળવદ ખાતે પાણી પુરવઠા બોર્ડની સેકશન ઓફીસમાં આવે તેના માટે પી.પી.જોષી દ્વારા પાણી પુરવઠા બોર્ડના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે
હળવદ તાલુકાનાં ૬૬ તથા મુળી તાલુકાના ૧૪ ગામોને પાણી માટેની વ્યવસ્થા મોરબીની પાણી પુરવઠા ડીવીજન ખાતે કરવામાં આવે છે અને જયારે કોઈપણ ગામના લોકોને સમસ્યા હોય છે ત્યારે મોરબી સુધીના ધક્કા થાય છે જેથી કરીને અને અરજદારને હળવદથી મોરબી સુધીના ભાડા ખર્ચીને આવવું પડે છે અને સમય પણ બગડે છે જેથી કરીને હળવદ તાલુકા ખાતે અન્ય કચેરીઓ આવેલ છે તેવી જ રીતે હળવદ ખાતે પાણી પુરવઠા બોર્ડની સેકશન ઓફીસ ખોલવામાં આવે અને મદદનીશ ઇજનેરની નિમણુંક કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે