મોરબી જીલ્લામાં કાલે ૫ સ્થળો ઉપર થશે મત ગણતરી : ઉમેદવારોમાં ઉત્સાહ, અધિકારીઓ સજ્જ
SHARE
મોરબી જીલ્લામાં કાલે ૫ સ્થળો ઉપર થશે મત ગણતરી : ઉમેદવારોમાં ઉત્સાહ, અધિકારીઓ સજ્જ
મોરબી જિલ્લાની ૧૯૭ ગ્રામ પંચાયતમાં ૭૮.૪૯ ટકા જેટલું મતદાન થયું છે ત્યારે મોરબી જીલ્લામાં આવતીકાલે કુલ મળીને ૫ સ્થળો ઉપર ચૂંટણીની મતગણતરી કરવામાં આવનારા છે અને ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂરી થાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને સાંજ સુધીમાં મોટાભાગના ગામના સરપંચ અને સભ્યો નક્કી થઈ જશે.
મોરબી જીલ્લામાં જે મતગણતરી થવાની છે તેમાં મોરબી તાલુકામાં ૭૨.૭૯ ટકા મતદાન થયું છે અને મોરબી તાલુકાની ગ્રામ પંચયતો માટે મહેન્દ્રનગર પાસે આવેલ પોલી ટેકનિક કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવશે જેમાં ૨૭ ટેબલ, ૧૭ ચૂંટણી અધિકારી હજાર રહેશે તો વાંકાનેર તાલુકામાં ૮૨.૩૩ ટકા મતદાન થયું છે અને વાંકાનેર તાલુકાની ગ્રામ પંચયતો માટે અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મત ગણતરી કરવામાં આવશે જેના માટે ૨૪ ટેબલ અને ૨૪ ચૂંટણી અધિકારી હાજર રહેશે હળવદ તાલુકામાં ૮૧.૧૭ ટકા મતદાન થયું છે ત્યારે હળવદ તાલુકાની ગ્રામ પંચયતો માટે હળવદ મોડેલ સ્કૂલ ખાતે મત ગણતરી થશે જેમાં ૨૯ ટેબલ અને ૧૫ ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી કરવામાં આવશે માળીયા તાલુકામાં ૭૨.૯૪ મતદાન થયું છે અને માળીયા તાલુકાની ગ્રામ પંચાયતો માટે મોટીબરાર મોડેલ સ્કૂલ ખાતે થશે જેમાં ૧૬ ટેબલ અને ૭ ચૂંટણી અધિકારી હાજર રહેશે તો ટંકારા તાલુકામાં ૮૦.૪૬ ટકા મતદાન થયું છે ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતો માટે ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે મત ગણતરી થશે જેમાં ૧૧ ટેબલ ૯ ચૂંટણી અધિકારી હાજર રહેશે અને મોરબી જિલ્લામાં ૨૫ પીએસઆઇ, ૭ પીઆઇ, ૩ ડીવાયએસપી અને ૧૦૦૦ જેટલા જવાનો મતગણતરી સેન્ટર ઉપર હાજર રહેશે.